In the Canadian province of Quebec, students who do not speak French must return
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કેનેડાના ક્યુબેક પ્રાંતમાં ફ્રેન્ચ ભાષા નહીં આવડતા વિદ્યાર્થીઓને લીલા તોરણે પાછા ફરવાની નોબત્ત

કેનેડાના ક્યુબેક પ્રાંતમાં ફ્રેન્ચ ભાષા નહીં આવડતા વિદ્યાર્થીઓને લીલા તોરણે પાછા ફરવાની નોબત્ત

 | 8:27 am IST
  • Share

  • ફ્રેન્ચ પરીક્ષામાં ફેઈલ જાય તેવા વિદ્યાર્થીઓ પાસે હવે મર્યાદિત વિકલ્પ
  • ફ્રેન્ચ ભાષા આવડતી ન હોવાથી કેનેડાના ક્યુબેકમાં જતાં વિદ્યાર્થીઓએ લીલા તોરણે પાછા ફરવું પડે છે
  • કેનેડાના આ એક પ્રાંતમાં જ ફ્રેન્ચ ભાષા ફરજિયાતના નિયમથી એજન્ટો પણ બેખબર

વિદેશમાં સ્થાયી થવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ઘણી વખત જરૂરી જાણકારી ન રાખે તો કેવું પરિણામ આવી શકે તેના કિસ્સા બહાર આવ્યા છે. કેનેડામાં ક્યુબેક પ્રાંતમાં પરમેનન્ટ રેસિડેન્સી માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ ફ્રેન્ચ ભાષા ફરજિયાત હોવાના નિયમથી અજાણ હોવાના કારણે હવે ત્યાં ગયા પછી તેમને પાછા ફરવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. કેમકે ક્યુબેકમાં ફ્રેન્ચ ભાષા આવડવી ફરજિયાત છે.

કેનેડામાં પીઆર માટે અરજી કરી હતી તેવા વિદ્યાર્થી સહિતના લોકોએ સ્ટુડન્ટ વિઝા સાથે કેનેડામાં પ્રવેશ મેળવી ટેમ્પરરી રેસિડેન્ટનો દરજ્જો મેળવ્યો હતો. પરંતુ આ લોકોએ અંગ્રેજી ભાષા માટે અરજી કરી હતી અને ક્યુબેકમાં ફ્રેન્ચ ભાષા ફરજિયાત છે. કેમકે ત્યાં ફ્રેન્ચ વસાહતીઓની સંખ્યા મોટી છે. અમદાવાદના એક વિદ્યાર્થી કોમર્સ ગ્રેજ્યુએટ થયા પછી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તેણે ટોરેન્ટો કે ઓન્ટારિયો જેવા શહેરના બદલે તેણે ક્યુબેક પસંદ કર્યું હતું. પરંતુ તેની પીઆર અરજી ફગાવી દેવામાં આવી. કેમકે ક્યુબેકમાં ફ્રેન્ચ ભાષા ફરજિયાત હોવાની તેને ખબર નહોતી. તેના માતા-પિતાએ ભારતમાં એજન્ટનો સંપર્ક કર્યો પણ એજન્ટોને પણ આ વસ્તુની ખબર નહોતી.

કેનેડામાં ટોળામાં આવતા વિદ્યાર્થીઓ માટે ચેતવણી

હેમંત શાહે કે જે કેનેડામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ્ ઇન્ડિયા ચલાવે છે અને કેનેડા-ઇન્ડિયા ટ્રેડ રિલેશન્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર છે તેમણે જણાવ્યું હતું કે કેનેડામાં ટોળામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ ચેતવણી છે. તેઓએ યોગ્ય ઇમિગ્રેશન સલાહકારોનો સંપર્ક કરવો જોઈએ અને પછી શિફ્ટિંગની યોજના બનાવવી જોઈએ. પશ્ચિમ કેનેડામાં ઘણી તકો છે અને નોકરીની સંભાવનાઓ પણ છે. પરંતુ લોકો યોગ્ય હોમવર્ક કરતા નથી અને પોતાને ટોરેન્ટો અને અન્ય ભાગો સુધી મર્યાદિત રાખે છે.

આ શહેરોમાં ઘણી ઓછી તકો છે. ક્યુબેક ફ્રેન્ચ વસાહત હોવાથી અહીં ઇમિગ્રેશન માટે ભાષા મુખ્ય પરિબળ છે. જે વિદ્યાર્થીઓ પીઆર માટે અરજી કરે છે તેઓએ અંગ્રેજી ભાષાનો ક્વોટા ભરાયો ત્યારે ફ્રેન્ચ ડાઉનસ્ટ્રીમ પસંદ કર્યું હશે. જ્યારે તેમને ફ્રેન્ચ ટેસ્ટ આપવાનું કહેવામાં આવે તો નિષ્ફ્ળ જાય છે. પરિસ્થિતિ એવી છે કે વિદ્યાર્થીઓ પાસે અન્ય કેનેડિયન ઇમિગ્રેશન પ્રોગ્રામ સાથે જવા માટે પૂરતી વર્ક પરમિટ નથી. સમય પણ એક મર્યાદા છે અને તેમની પાસે ભારત પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો