In the last 24 hours, 14,605 new cases of Corona were reported in Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાતમાં કોરોનાના કેસોમાં આજે પણ વધારો, જો કે સાથે જ આવ્યા ખુશખબર

ગુજરાતમાં કોરોનાના કેસોમાં આજે પણ વધારો, જો કે સાથે જ આવ્યા ખુશખબર

 | 7:52 pm IST
  • Share

ગુજરાતમાં કોરોના થંભવાનું નામ નથી લઈ રહ્યું. રોજ કોરોનાના કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 14,605 કેસ નોંધાયા છે. એટલે કે ગઈકાલ કરતા કોરોનાના કેસો વધ્યા છે. ગઇકાલે રાજ્યમાં 14327 કેસો નોંધાયા હતા. જો કે સારા સમાચાર એ છે કે રાજ્યમાં કોરોના સામે યુદ્ધ જીતનારા લોકોની સંખ્યામાં એટલે કે સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

નોંધનિય છે કે, આજે 10180 દર્દીઓ સાજા થયા છે. તો બીજી તરફ આજે 1,64,425 દર્દીઓને રસી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,18,548 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 73.72 ટકા છે. આજે રાજ્યમાં 173 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધનિય છે તે અત્યાર સુધીમાં કુલ-96,94,,767 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસિકરણ પૂર્ણ થયું છે. 23,92,499 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ કુલ-1,20,87,266 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 142046 છે. 613 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 143433 લોકો સ્ટેબલ છે. અત્યારે સુધીમાં 418548 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 7183 લોકોના મોત થયા છે.

આ વીડિયો પણ જૂઓ: રાજકોટ સિવિલમાં કોવિડ હોસ્પિટલ ફૂલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન