In the oncoming plane, the man began to open the door of the plane
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Viral Video : હવામાં ઉડતી ફ્લાઈટમાં એક વ્યક્તિ મચાવ્યો કોહરામ, ચાલુ પ્લેનમાં ખોલવા લાગ્યો દરવાજો

Viral Video : હવામાં ઉડતી ફ્લાઈટમાં એક વ્યક્તિ મચાવ્યો કોહરામ, ચાલુ પ્લેનમાં ખોલવા લાગ્યો દરવાજો

 | 4:58 pm IST
  • Share

વિમાનને હાઈજૈક કરવું કોઈ સરળ કામ નથી. તમે ફિલ્મોમાં જોયું હશે કેવી રીતે પ્લેનને હાઈજૈક કરવામાં આવે છે. અથવા તો તમે કોઈ વ્યક્તિ પાસેથી આવી ઘટના સાંભળી હશે. પરંતુ હાલ અમેરિકાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હવામા ઉડતી એક ફ્લાઈટમાં એક વ્યક્તિએ કોહરામ મચાવી દીધું હતું. આ વ્યક્તિએ ચાલુ વિમાનમાં પ્લેનનો દરવાજો ખોલવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો કે તે પ્લેનને નીચે લઈ જશે. આ ફ્લાઈટ પ્લેન લોસ એન્જિલસથી એટલાન્ટા જઈ રહ્યું હતું. ત્યારે અચાનક એક યાત્રી કોકપિટની નજીક ચાલ્યો ગયો હતો. જ્યાં જઈને કહેવા લાગ્યો કે તે હવે પ્લેનને નીચે લઈને જઈ રહ્યો છે. ક્રૂ મેમ્બર તેમને સમજાવવાના પ્રયત્નો કરે છે. પરંતુ તે માનવા તૈયાર નથી. તે વારંવાર વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. જેના પગલે પ્લેનમાં સવાર બાકી તમામ વ્યક્તિઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ Video

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન