In The Second Fortnight Of April, The Transition To Corona May Be Milder Than The Peak : Research
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …તો કોરોના વાયરસની મહામારીમાંથી ટુંક સમયમાં જ મળશે છુટકારો! કરાઈ મોટી આગાહી

…તો કોરોના વાયરસની મહામારીમાંથી ટુંક સમયમાં જ મળશે છુટકારો! કરાઈ મોટી આગાહી

 | 9:26 am IST
  • Share

કોરોના વાયરસ દેશભરમાં સનસનાટી મચાવી રહ્યો છે. માર્ચ મહિનાના મધ્ય ભાગથી શરૂ થયેલો કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધારે ઘાતક બની રહ્યો છે. જોકે સંશોધનકર્તાઓ રજૂ કરેલા તારણોમાં કોરોના લહેરમાં કેટલીક રાહત મળવાની શક્યતા દર્શાવી છે. જુદા જુદા સંશોધન પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં તેની ચરમસીમા પર પહોંચ્યા બાદ સંક્રમણની ઝડપ ધીમી પડવાની અને મે મહિનાના અંત ભાગ સુધીમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેને લોકડાઉન કરવાની સ્થિતિ કરતા વધારે અસરકારક હોવાનું પણ તારણમાં જણાવાયું છે. જોકે કોરોનાના કેસમાં કેટલા સમય સુધી વધારો થશે તે અંગે જે કેટલીક સંસ્થાઓએ અંદાજ રજૂ કર્યાં છે તે તમામના અંદાજ અને ગણતરીમાં સમાનતા એ વાતની છે કે કોરોનાના કેસ એપ્રિલના બીજા પખવાડીયા સુધી વધી શકે છે. મે મહિનાના અંત ભાગ સુધીમાં કોરોનાના તીવ્ર ઘટાડો આવી શકે છે.

સમગ્ર ભારતમાં કોરોનાની પ્રથમ લહેર વખતે પોતાના મેથેમેટીકલ અભિગમ અંગે SUTRA નામથી આગાહી કરવામાં આવી હતી. આ આગાહી પ્રમાણે ઓગસ્ટ મહિનામાં સંક્રમણમાં પ્રારંભિક અવસ્થામાં તીવ્ર ઉછાળો આવવાનો અને સપ્ટેમ્બર મહિના સુધીમાં તે સર્વોચ્ચ સપાટી પર પહોંચવાનો તેમ જ ફેબ્રુઆરી, 2021માં તેનું પ્રમાણ ખૂબ જ ઘટી જવાની આગાહી કરવામાં આવી હતી.

આ સમયગાળામાં સંક્રમણના કેસ સર્વોચ્ચ સપાટીએ પહોંચશે

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરના મણિન્દ્ર અગ્રવાલ સહિતના વૈજ્ઞાનિકોએ એક એવું મોડેલ રજૂ કર્યું છે કે જેમાં સંક્રમણના વર્તમાન તબક્કા અંગે આગાહી કરવામાં આવી છે. આ મોડેલ પ્રમાણે સંક્રમણના નવા કેસોની સંખ્યા એપ્રિલના મધ્ય ભાગમાં ઉચ્ચ સપાટી પર રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.ભારતમાં કોરોનાના કેસ 15-20 એપ્રિલ વચ્ચેના ગાળામાં તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચી શકે છે, જોકે ત્યારબાદ તે ધીમી ગતિએ ઘટાડા તરફી દિશા અપનાવી લેશે. મે મહિનાના અંત ભાગ સુધીમાં કેસની આ સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ શકે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) તાજેતરમાં જ “સંક્રમણની બીજી લહેરઃ અંતની શરૂઆત” શિર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા સંશોધન અહેવાલમાં પણ કોરોનાની બીજી લહેર ક્યારથી શરૂ થશે તે અંગે માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંત ઘોષે ગયા મહિનાના અંતિમ પખવાડિયામાં રજૂ કર્યો હતો. અહેવાલ પ્રમાણે 23 માર્ચથી શરૂ કરી મે મહિનાના અંત ભાગ સુધીમાં કોરોનાનાના કેસમાં 25 લાખનો ઉમેરો થવાની શક્યતા દર્શાવી હતી. અહેવાલ પ્રમાણે 15 ફેબ્રુઆરીથી 100 દિવસ સુધી કોવિડ-19ની બીજી લહેર ચાલી શકે છે ત્યારે વેક્સિનેશનનું અભિયન લોકડાઉન કરતાં પણ વધારે અસરકારક નિવડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન