ભાવનગરનો યુવાન સહિત 10 ભારતીયો ઈરાનમાં અટવાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરનો યુવાન સહિત 10 ભારતીયો ઈરાનમાં અટવાયા

ભાવનગરનો યુવાન સહિત 10 ભારતીયો ઈરાનમાં અટવાયા

 | 4:27 am IST
  • Share

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

ભાવનગરના એક યુવક સહિત બે વલસાડના સહિત ૩ ગુજરાતી યુવકો અને ૭ ભારતીય મળીને કુલ ૧૦ વ્યક્તિઓ ઈરાનમાં છેલ્લા ૬ માસથી ફસાયા છે.જ્યારે ભાવનગરના યુવાનના પરિવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંપર્ક કરીને ફસાયેલા આ યુવાનોને ભારત લાવવાની માંગણી કરી હતી.આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા ઈરાન સરકાર સાથે વાટાઘાટો કરીને યુવાનો પરત લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

ભાવનગર સરકારી સર ટી હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા દંપતિનો યુવાન દિકરો ધ્યેય છેલ્લા છ માસથી ઈરાનમાં મધ દરિયે પોતાના સાથીઓ સાથે ફ્સાયેલો છે.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો બહુ વાયરલ છે. જેમાં મધ દરિયેથી જીવ બચાવવા મદદ માંગતો મરીન એન્જિનિયર યુવાન ધ્યેય કમલભાઈ હળવદિયા છે. તે ગુજરાત ભાવનગરનો રહેવાસી છે. તેમના માતા દીપ્તિ બહેન અને પિતા કમલભાઈ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ સેવા આપી રહયા છે. તેઓ દિકરાનું દુઃખ ભૂલી અસંખ્ય દર્દીઓને સાજા કરવામાં લાગેલા છે.

ભાવનગર રહેતા ધ્યેયનાના કાકા પ્રદિપભાઈ કહે છે કે ધ્યેય હળવદિયા મારો ભત્રીજો છે. તે મરીન એન્જિનિયર છે. તે શિપમાં કામ કરી રહ્યો છે તેના ઈરાન સ્થિત શિપિંગ એજન્ટ અને ઓનર વચ્ચે નાણાંકીય માથાકૂટ થઈ અને તમામ ક્રૃ મેમ્બરના જરૃરી દસ્તાવેજો એજેન્ટ દ્વારા ગેરકાયદે જપ્ત કરી લેવાયા છે. છેલ્લા છ માસથી શિપ એજેન્ટ અને ઓનર વચ્ચેની લડાઈમાં મધ દરિયે શીપમાં રહેલા કુલ ૧૯ ક્રુ મેમ્બર યાતના ભોગવી રહ્યા છે. જેમાં ૧૦ ભારતીય છે. પૈકી ૩ ગુજરાતી છે. ૨ યુવાન વલસાડના અને એક યુવાન ધ્યેય ભાવનગરનો છે. છેલ્લા કેટલાક મહિનાથી પીવાનું પાણી કે જમવાનું પણ બરોબર નસીબ નથી થતું. આ યુવાનો એ સોશિયલ મિડિયા દ્રારા ભારત સરકારની મદદ માંગી છે.

તમામ મદદ માટે આદેશ જારી : કેન્દ્રીય મંત્રી માંડવિયા

ધ્યેયના પરિવારે પણ સંબંધિત સરકારી વિભાગમાં રજૂઆત કરી છે. દરમિયાન આજે શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા સુધી આ આખી ઘટનાની વિગતો પહોંચતા તેઓએ તાકીદે સંબંધિત મંત્રાલય ને કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા છે. બન્ને દેશના દૂતાવાસ પણ આ મુદ્દે કામગીરીમાં લાગ્યા છે. એટલું જ નહિં કેન્દ્રીય શિપિંગ મંત્રી માંડવિયા એ ધ્યેયના પરિવાર સાથે વાત કરી આશ્વાસન પણ આપ્યું છે કે, ચિંતાન કરતા ભારત સરકાર તમામ મદદ કરશે અને ધ્યેય સહિતના તમામ ભારતીય પોતાના વતન સુરક્ષિત પરત લવાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન