Ind vs Eng: Rishabh Pant Joins Team India After Tested Covid Negative
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઋષભ પંતને લઈને સારા સમાચાર, કોરોનાને માત આપી ટીમ ઈન્ડિયા સાથે જોડાયો

ઋષભ પંતને લઈને સારા સમાચાર, કોરોનાને માત આપી ટીમ ઈન્ડિયા સાથે જોડાયો

 | 1:58 pm IST
  • Share

ઈંગ્લેન્ડની સામે આગામી ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કોરોનાને માત આપ્યા બાદ ટીમ સાથે ફરી એકવાર જોડાઈ ગયો છે. તે હવે 28 જુલાઈથી શરૂ થનાર બીજી પ્રેક્ટિસ મેચમાં હાજર રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.

બીસીસીઆઈએ ઋષભ પંતનો ફોટો શેર કરતાં લખ્યું કે, હેલ્લો ઋષભ પંત, તને પરત જોઈને સારું લાગ્યું.

પંત બાયો બબલથી મળેલ 20 દિવસોના બ્રેક દરમિયાન 8 જુલાઈના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તે આઈસોલેશનમાં હતો. આ દરમિયાન બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની દેખરેખ રાખી રહી હતી. બ્રિટેનના કોરોના ગાઈડલાઈન મુજબ તેનો ક્વોરન્ટાઈન પીરિયડ રવિવારે પૂરો થઈ ગયો હતો.

પંત પોતાના એક પરિચિતના ઘર રહી રહ્યો હતો. જ્યાં તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. સુત્રો અનુસાર દાંતના ડોક્ટરને દેખાડ્યા બાદ ડેલ્ટા 3 વેરિયેન્ટથી સંક્રમિત થયો હતો. પહેલા એવા રિપોર્ટ હતા કે યુરો ફૂટબોલ ચેમ્પિયનશીપ મેચ જોયા બાદ તે કોરોના પોઝિટિવ થયો હતો.

પંતના પોઝિટિવ આવ્યા બાદ બીસીસીઆઈ સચિવ જય શાહે ભારતીય ટીમને પત્ર લખીને વિમ્બલડન અને યુરો મેચોમાં ભીડભાડથી બચવા કહ્યું હતું. બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું હતું કે, પંત બે આરટીપીસીરાઈ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ડરહમમાં ટીમ સાથે જોડાશે. પંત ઉપરાંત થ્રોડાઉન એક્સપર્ટ દયાનંદ પણ 14 જુલાઈના રોજ આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. જે બાદ બોલિંગ કોચ ભરત અરુણ, રિઝર્વ વિકેટકીપર ઋદ્ધિમાન સાહા અને બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરનને પણ આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન