IND vs SL hardik pandya prithvi shaw will not be playing against sri lanka
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IND vs SL: હાર્દિક પંડ્યા, પૃથ્વી શો સહિત 9 ખેલાડીઓ ટી 20 સીરીઝથી બહાર નહી રમી શકે મેચ

IND vs SL: હાર્દિક પંડ્યા, પૃથ્વી શો સહિત 9 ખેલાડીઓ ટી 20 સીરીઝથી બહાર નહી રમી શકે મેચ

 | 12:50 pm IST
  • Share

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે બીજી ટી -20 મેચ બુધવારે રમાશે. જોકે અગાઉ આ મેચ 27 જુલાઇ, મંગળવારે રમાવાની હતી. પરંતુ કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના પોઝિટિવ આવતા આ મેચ મુલતવી રાખવામાં આવી હતી. હવે બીજો ટી 20 મેચ બુધવારે અને ત્રીજી મેચ ગુરુવારે રમાશે. જો કે આ મેચમાં 9 ભારતીય ખેલાડીઓ નહીં રમે.

મીડિયા રીપોર્ટના સમાચાર મુજબ પૃથ્વી શો, (Prithvi Shaw) સૂર્યકુમાર યાદવ,(Suryakumar Yadav) હાર્દિક પંડ્યા, (Hardik Pandya) ઇશાન કિશન (Ishan Kishan), ઓપનર દેવદત્ત પડિકકલ અને કૃષ્ણપ્પા ગૌતમ શ્રીલંકા સામે નહીં રમે. એવું માનવામાં આવે છે કે આ બધા ખેલાડીઓ કૃણાલના સંપર્કમાં આવ્યા હતા. તેના નજીકના સંપર્કમાં આવેલ નામની હજી પુષ્ટિ થઈ નથી.

તમામનો પહેલો રીપોર્ટ નેગેટીવ
જો કે સારા સમાચાર એ છે કે કૃણાલની ​​નજીકના બધા 8 લોકોનો પ્રથમ કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર બંને ટીમો બુધવારે ફરીથી ખેલાડીઓનો ટેસ્ટ કરવામાં આવશે. કેટલાક ક્રિકેટરો સંપૂર્ણ કોરન્ટાઇન છે અને તેઓ શ્રેણીની બાકીની બે મેચ રમી શકશે નહીં.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
શ્રીલંકાના આરોગ્ય સુરક્ષા પ્રોટોકોલ હેઠળ, કૃણાલ 30 જુલાઈએ બાકીની ભારતીય ટીમ સાથે ઘરે પરત ફરી શકશે નહીં. તેમના માટે કોરન્ટાઇન સમય પૂર્ણ કર્યા પછી, નેગેટીવ આરટી પીસીઆર માટે રાહ જોવી પડશે. શિખર ધવનના નેતૃત્વ હેઠળ ભારતે પ્રથમ મેચ 38 રનથી જીતી હતી અને હવે તેની નજર મેચ પૂર્ણ થશે ત્યારે શ્રેણીને કબજે કરવા પર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન