• અમેરિકાથી સડક મુદ્દે ભારત છે પાછળ
  • 9 વર્ષમાં ભારતનું સડક નેટવર્થ 59 ટકા વધ્યું
  • 9 વર્ષમાં સડકથી મળતો ટોલટેક્સ 4,770 કરોડથી 41,432 કરોડનો થયો

15 ઓગસ્ટ નજીકમાં છે ત્યારે દેશવાસીઓ એ જાણવા માંગે છે કે ભારત કયા મુદ્દે અન્ય દેશ કરતાં કઈ સ્થિતિમાં છે. આજે આપણે અહીં વાત કરીશું કે જે સડકથી વરસાદની સીઝનમાં લોકો પરેશાન થઈ જાય છે તેનું કુલ નેટવર્ક ભારતમાં કઈ સ્થિતિમાં છે. ભારત વસ્તીમાં તો ટોપ પર છે પણ સાથે જ સડક મુદ્દે પણ ચીન કરતા સારી સ્થિતિમાં છે. આ સાથે જ હવે તે આ બાબતમાં અમેરિકાને ટાર્ગેટ કરવાનું વિચારી રહ્યો છે.

સડકોની બદલાઈ ગઈ સ્થિતિ

દુનિયામાં ક્ષેત્રફળની રીતે જોઈએ તો ભારત સાતમા સ્થાને છે અને આબાદીની રીતે પહેલું છે. અહીં વિકાસ પણ દરેક રાજ્યમાં એકસરખો નથી. આ માટે લોકોને કામકાજથી લઈને પર્યટન સુધી એક સ્થળેથી અન્ય સ્થળે જવું પડે છે. લોકોને યાતાયાત માટે સારી કનેક્ટિવિટીની જરૂર રહે છે. આમ તો આવન-જાવનને માટે ભારતમાં રેલમાર્ગ, હવાઈ માર્ગ, સડક માર્ગ તમામનો ઉપયોગ કરવાનો રહે છે. અને આ તમામ માટે સારું નેટવર્ક જરૂરી છે. ભારતમાં સડકની સ્થિતિ પહેલા ઘણી ખરાબ હતી અને તેને લઈને અનેક જોક્સ પણ થતા. પણ ભારતમાં તેનું નેટવર્ક ઝડપથી સુધરી રહ્યું છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 27 જૂને કહ્યું હતું કે ભારતે રોડ નેટવર્કના કિસ્સામાં ચીનને પણ પાછળ છોડી દીધું છે. અને હવે તે સંયુક્ત રાજ્ય અમેરિકાથી પાછળ છે.

9 વર્ષમાં ભારતનું સડક નેટવર્થ 59 ટકા વધ્યું

તેઓએ જાણકારી આપી છે કે 9 વર્ષમાં ભારતનું સડક નેટવર્થ 59 ટકા વધ્યું છે અને હાલમાં તે લગભગ 1 લાખ 45 હજાર અને 240 કિમીનો છે. આ ઉપલબ્ધિ 9 વર્ષની છે. 2013-14માં પણ ભારતનું કુલ સડક નેટવર્થ 91,827 કીમી હતું. સડકના કિસ્સામાં તે બીજું સ્થાન મેળવવા માટે પણ જાણીતું થયું છે. આ સિવાય ટેક્સની વાત કરીએ તો 9 વર્ષમાં 4770 કરોડ રૂપિયાથી લઈને 41432 કરોડ રૂપિયા પહોંચ્યું છે. સરકારનું લક્ષ્ય છે કે ટોલનો આ અંદાજ 2030 સુધી 1.30 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય. ફાસ્ટેગ સિસ્ટમ લાવવાથી ટોલ પર રોકાવવાના સમયમાં પણ ઘટાડો આવ્યો છે. અહીં જ્યાં લગભગ 447 સેકંડ રોકાવવું પડતું હતું હવે વાહનોએ વધારે રાહ જોવી પડતી નથી. તેઓએ ફક્ત 47 સેકંડ જ ઊભા રહેવું પડે છે. એવામાં સરકાર પગલા લઈ રહી છે કે આ સમય પણ ઘટીને 30 સેકંડનો થઈ જાય.

ચીનથી આ કિસ્સામાં આગળ છે ભારત

ભારત ચીનથી ડિજિટલ પેમેન્ટના કિસ્સામાં આગળ નીકળી ચૂક્યું છે. 2010માં ચીન આ કિસ્સામાં દુનિયામાં પહેલા સ્થાને હતું. 2022માં ભારત સૌથી આગળ રહ્યું છે અને દેશના ડિજિટલ પેમેન્ટ 91 ટકા વધ્યો છે. ભારત બાદ બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને દક્ષિણ કોરિયા છે, કખાસ વાત એ છે કે આ તમામના ડિજિટલ પેમેન્ટના આંકડાને એકસાથે જોડી દેવામાં આવે તો ભારત પણ તેનાથી આગળ રહેશે. આ રીતે ભારત આબાદીના કિસ્સામાં ચીનને પાછળ છોડી ચૂક્યું છે અને સંસારની યુવા આબાદી ભારતની પાસે છે. માનવ સંસાધનમાં પણ આપણે આગળ છીએ. આર્થિક બાબતોની વાત કરીએ તો આર્થિક વિકાસ દર આ નાણાંકીય વર્ષની ત્રિમાહીમાં ઓછો છે પણ આ ચીનથી વધારે છે. ભારતના જીડીપી આ ક્વાર્ટરમાં 4.4 ટકા રહ્યો છે. જો કે સંભાવના એ હતી કે તે 7 ટકા સુધી પહોંચી જશે. ભારત નાણાંકીય વર્ષો માટે અધિકારિક આંકડાનો રિપોર્ટ કરે છે. તેનાથી ખ્યાલ આવે છે કે આ વર્ષે કુલ 7 ટકાનો સરેરાશ વધારો થશે જે ચીન દ્વારા રિપોર્ટ કરાયેલા 3 ટકાથી વધારે રહેશે.

કેવી રહેશે આગળની સફર

ભારતને માટે હાલમાં આર્થિક અને રાજકીય મુદ્દાનો માહોલ સારો છે. વિપક્ષની ઉઠકપટક અને થોડા મુદ્દાને બાદ કરતા દેશમાં સામાન્ય રીતે રાજકીય શાંતિ છે. ધરણાથી લોકતંત્ર જીવંત રહે છે. દેશમાં રાજકીય સ્થિરતા છે અને આખી દુનિયા મંદીની ઝપેટમાં છે તો ભારત આર્થિક મુદ્દે સારું પ્રદર્શન કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનના મોરચા પર પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે. મેક ઈન ઈન્ડિયામાં શસ્ત્રાસ્ત્ર નિર્માણથી લઈને નવા મિત્રો બનાવવામાં જોડાયું છે. દુનિયામાં ભારતની શાખ વધી રહી છે. એસસીઓથી લઈને જી20 સુધીની અધ્યક્ષતા ભારતની પાસે છે. હાલમાં અમેરિકાની અત્યંત સફળ યાત્રાથી પીએમ પરત આવ્યા છે અને હવે ભારત-અમેરિકાથી અલગથી જી2 પણ શક્ય લાગી રહ્યું છે.  

  • Follow us on: