ઇન્ડેક્સ ફંડની પસંદગી મહત્ત્વની છે, નહીં કે સ્ટાર સિલેક્શનની - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ઇન્ડેક્સ ફંડની પસંદગી મહત્ત્વની છે, નહીં કે સ્ટાર સિલેક્શનની

ઇન્ડેક્સ ફંડની પસંદગી મહત્ત્વની છે, નહીં કે સ્ટાર સિલેક્શનની

 | 12:09 am IST

ફ્ંડ કોર્નર : અનિલ ઘેલાણી

છેલ્લા બે મહિનાથી આપણે જબરદસ્ત રાજકીય હલચલમાંથી પસાર થઈ રહ્યાં છીએ અને ૨ મે, ૨૦૨૧ના રોજ મત ગણતરી સાથે તે સમાપ્ત થશે. પિૃમ બંગાળ, આસામ, કેરળ, તમિળનાડુ અને પોંડિચેરીમાં ચૂંટણીઓ માટે આશરે ૨૦ કરોડ લોકો મતદાન કરી રહ્યાં છે. પાછલાં કેટલાંક સપ્તાહોમાં જાહેર જનતા સાથે સંપર્ક અને ચૂંટણી પ્રચારમાં વેગ આવ્યો છે. રાજકીય વિશ્લેષકો રેલી, નિવેદનો, ઐતિહાસિક તથ્યો, મતદારોની સમસ્યાઓ વગેરે ટ્રેક કરવા માટે ઓવરટાઇમ કરી રહ્યાં છે. બીજી તરફ મૂડી બજારો પણ કેટલાંક અંશે ચૂંટણીઓનું નિરીક્ષણ કરશે અને પરિણામોની આગાહી કરવાનો પ્રયાસ કરશે.

કોઈ જીતશે? આજે કહેવું મુશ્કેલ છે. સ્ટાર્સની આગાહી કરવી મુશ્કેલ છે એટલે કે સ્ટાર પોલિટિશિયન અથવા સ્ટાર ફ્ંડ મેનેજર. હું રાજકીય વિશ્લેષણ સાથે સક્રિય મ્યુચ્યુઅલ ફ્ંડ વિશ્લેષણને જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એટલેકે શ્રેષ્ઠ ફ્ંડ મેનેજરની પસંદગી કે જે બેન્ચમાર્ક કરતાં સારું પ્રદર્શન કરશે અને સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ડિલિવર કરશે.

આ સમયે મને ઇન્ડેક્સ ફ્ંડ્સના પિતા તથા વિશ્વના સૌથી મોટા ઇન્ડેક્સ ફ્ંડ મેનેજર વેનગાર્ડના સંસ્થાપક જ્હોન બોગલેની વાત યાદ આવે છે – ફ્ંડ ઇન્વેસ્ટર્સને વિશ્વાસ હોય છે કે તેઓ સરળતાથી ઉત્તમ ફ્ંડ મેનેજર્સની પસંદગી કરી શકે છે, પરંતુ તેઓ ખોટા છે. તેમણે આપણને શીખવ્યું છે કે આપણે સ્ટાર ફ્ંડ મેનેજરની ઓળખ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં કે જેઓ આગામી વર્ષે સારું પ્રદર્શન કરી શકે છે. તેના કરતાં આપણે ઇન્ડેક્સ ફ્ંડ્સને ધ્યાનમાં લેવું જોઈએ અને સ્ટાર સિલેક્શનની ચિંતા છોડવી જોઈએ.

આપણામાંથી મોટાભાગના લોકોના નાણાકીય લક્ષ્યાંકો લગભગ સમાન હોય છે અને તે આપણા પરિવારની ખુશી, બાળકોના સારા જીવન, બિઝનેસ/પ્રોફેશનની શરૂઆત અથવા વિસ્તરણ વગેરે જ હોય છે. આપણામાંથી કેટલાંક ખોટી પ્રાથમિકતાઓમાં વ્યસ્ત થઈ જાય છે, જેમકે કોઈપણ કિંમતે વળતરમાં વધારો અથવા સ્ટાર ફ્ંડ મેનેજરની શોધ. તેના બદલે લો કોસ્ટ ઇન્ડેક્સ ફ્ંડમાં રોકાણ કરીને વ્યાપક માર્કેટનું એક્સ્પોઝર પ્રાપ્ત કરવું જોઈએ, જેથી વાજબી રીતે તમારા લક્ષ્યોને હાંસલ કરી શકાય.

ગયા વર્ષે પેસિવ ફ્ંડ્સ પ્રત્યે આકર્ષણ વધ્યું હતું. રિટેઇલ રોકાણકારો લો કોસ્ટ, પારદર્શક રોકાણના વિકલ્પો તરફ વળી રહ્યાં છે અને લાંબાગાળાના રોકાણનો અભિગમ અપનાવી રહ્યાં છે. તેના પરિણામે ગત વર્ષે ઇન્ડેક્સ ફ્ંડ્સમાં રોકાણકારોની સંખ્યા અને કદમાં બમણો વધારો થયો છે. માર્ચ ૨૦૨૧માં સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષમાં સક્રિયપણે મેનેજ કરાયેલા લાર્જ કેપ ફ્ંડ્સની સરેરાશ કેટેગરી કરતાં પેસિવ ફ્ંડ્સે લગભગ સારું પ્રદર્શન કર્યું હોવાની સંભાવના છે.

એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસિસ દ્વારા તાજેતરમાં રિલીઝ કરાયેલા સ્પીવા રિપોર્ટ મુજબ છેલ્લા એક દાયકામાં એક્ટિવ ફ્ંડ્સનું પ્રદર્શન ધીમું પડયું છે. લાર્જ કેપ ફ્ંડ્સની કેટેગરીમાં વર્ષ ૨૦૨૦ના બીજા અર્ધ વાર્ષિકગાળામાં ૧૦૦ ટકા એક્ટિવ ફ્ંડ્સે ઇન્ડેક્સ કરતાં નબળું પ્રદર્શન કર્યું છે, તેમ રિપોર્ટમાં જણાવ્યું છે. જો આપણે ત્રણથી પાંચ વર્ષના સમયગાળાને ધ્યાનમાં લઈએ તો લાર્જ કેપ કેટેગરીમાં આશરે ૧૫ ટકા એક્ટિવ ફ્ંડ્સે ઇન્ડેક્સ કરતાં સારું પ્રદર્શન કર્યું છે.

જોકે, સ્મોલ અને મિડ કેપ કેટેગરીની વાત કરીએ તો એક્ટિવ ફ્ંડ્સે સારું પ્રદર્શન દર્શાવ્યું છે. આથી આ મોરચે રોકાણકારો અને સલાહકારો એક્ટિવ ફ્ંડ્સને ધ્યાનમાં લઈ શકે છે. વધુમાં લિક્વિડિટી અને અન્ય મુદ્દાઓને કારણે આ કેટેગરીમાં ખૂબજ ઓછા પેસિવ મેનેજ્ડ ઇન્ડેક્સ ફ્ંડ્સ અને ઇટીએફ ઉપલબ્ધ છે.

રોકાણકારોની સાથે-સાથે એએમસી પણ પેસિવ ઇન્વેસ્ટિંગ તરફ વળી રહ્યાં છે ત્યારે સેક્ટર-કેન્દ્રિત, ઇએસજી, સ્માર્ટ બીટા, ઇક્વિલ વેઇટનિંગ વ્યૂહ સાથે નવા ઇન્ડેક્સ ફ્ંડ્સ અને ઇટીએફ રોકાણકારો સમક્ષ ઉપલબ્ધ કરાવાઈ રહ્યાં છે. શું સતત સારા પ્રદર્શન, નીચો ખર્ચ અને વધુ પારર્દિશતાને કારણે ભારતમાં રોકાણના અભિગમમાં અભૂતપૂર્વ પરિવર્તન આવશે? તે જોવું રહ્યું.

(સીએફએ, ફ્ંડ મેનેજર, હેડ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સ – ડીએસપી મ્યુચ્યુઅલ ફ્ંડ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;