India and Germany will play in the semifinals of the Junior Hockey World Cup today
  • Home
  • Sports
  • Other Sports
  • જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારત અને જર્મની વચ્ચે આજે સેમિફાઇનલ રમાશે

જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારત અને જર્મની વચ્ચે આજે સેમિફાઇનલ રમાશે

 | 12:46 am IST
  • Share

  • ભારતની ડિફેન્સ હરોળ તથા ડ્રેગ ફ્લિકર્સ મજબૂત પાસું, સાંજે 7:30થી પ્રારંભ 

  • ભારતે ક્વાર્ટર ફાઇનલમાં યુરોપિયન ચેમ્પિયન બેલ્જિયમને 1-0થી પરાજય આપ્યો હતો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને છ વખતની ચેમ્પિયન જર્મની વચ્ચે આજે જુનિયર હોકી વર્લ્ડ કપનો સેમિફાઇનલ મુકાબલો રમાશે ત્યારે યજમાન ટીમના વિજયનો મદાર તેની મજબૂત ડિફેન્સ અને આક્રમક ડ્રેગ ફ્લિકર્સોના શાનદાર પ્રદર્શન ઉપર રહેશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ફ્રાન્સ સામે 5-4થી હાર્યા બાદ ભારતીય ટીમે સતત ત્રણ મેચમાં પ્રભાવશાળી દેખાવ કરીને સતત બીજી વખત ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં યુરોપિયન ચેમ્પિયન બેલ્જિયમને 1-0થી પરાજય આપ્યો હતો. યશદીપ સિવાચ, ઉપસુકાની સંજય કુમાર તથા શારદાનંદ તિવારીએ ડિફેન્સ હરોળમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.  

ભારતના બંને ગોલકીપર પ્રશાંત ચૌહાણ અને પવને બેલ્જિયમ સામે ચતુરાઇપૂર્વકની રમતનું પ્રદર્શન કરીને બેલ્જિયમની ટીમે ગોલ માટે કરેલા તમામ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. ભારત પાસે સંજય, તિવારી, હુંડલ અને અભિષેક લાકરાના સ્વરૃપે ચાર પેનલ્ટી કોર્નર નિષ્ણાતો છે જે ભારતીય આક્રમણની તાકાત પણ છે.

જર્મની આઠ વર્ષ બાદ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. તે છેલ્લે 2013માં દિલ્હી ખાતે ટાઇટલ જીત્યું હતું પરંતુ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2016માં લખનઉ ખાતે હતું જેમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત માટે જર્મનીને હરાવવું આસાન રહેશે નહીં. બીજી સેમિફાઇનલમાં ફ્રાન્સનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો