India became number one in the world in Corona case statistics
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • ભારત કોરોના કેસના આકડાંઓમાં દુનિયામાં નંબર વન બની ગયું

ભારત કોરોના કેસના આકડાંઓમાં દુનિયામાં નંબર વન બની ગયું

 | 11:05 pm IST
  • Share

જેનો ડર હતો તે જ થયું. ભારત રોજે રોજ નોંધાતા કોરોના કેસના આકડાંઓમાં દુનિયામાં નંબર વન બની ગયું. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં કોરોના કંટ્રોલમાં આવી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ જઈ રહ્યો છે. સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહેલાં રસીકરણ બાદ પણ મહામારીના સંકટ સમા વાદળો ઘેરાઈ રહ્યા છે.

ગુજરાત હોય કે મહારાષ્ટ્ર. .હોસ્પિટલ્સ હાઉસફૂલ બની છે. સ્મશાનો પણ લાગી ગયા છે હાઉસ ફૂલના પાટીયાં. પૂર અને ધરતીકંપની જેમ ભારતીય સેના મહામારીને ખાળવાં હવે લોકોની મદદે આવી રહી છે. મહામારીના આ રોદ્ર સ્વરૂપે ભારતને બદથી બદતર હાલતમાં ધકેલી દીધું છે.

એક બાજુ ગુજરાત સહિત દેશમાં ઘેરું બનેલું કોરોનાનું સંકટ તો બીજી બાજુ વેક્સિનના ભંડાર પણ ખુટી પડ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો દવાઓ અને ઈન્જેક્શન લેવા રાશન કાર્ડની લાઈનની જેમ ઉભા છે. આ બધી જ તસવીરો એવું સ્પષ્ટ કરી રહી છે કે ભારત કોરોનાનાં સંકટમાં પૂર્ણ રીતે ઘેરાઈ ગયું છે.

મહારાષ્ટ્ર અને છતિસગઢમાં તાંડવ મચાવી રહેલાં કોરોનાએ ગુજરાતની સ્થિતિ પણ ખરાબ કરી નાંખી છે. ગુજરાતમાં રોજે રોજ નોંધતાં કોરોનાના કેસ ઈતિહાસ સર્જી રહ્યા છે. અનેક શહેરોમાં કર્ફ્યું. હોસ્પિટલ અને સ્મશાનોમાં વેઈટીંગ પાટીયા. રસીકરણનો સ્ટોક. આ બધી જ વસ્તુઓ હવે ગુજરાતમાં પણ કોરોનાનું સંકટ ઘેરૂ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન