India cuts import taxes on vegetable oils to calm prices
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પામ, સોયા, સનફ્લાવર તેલની બેઝિક ઇમ્પોર્ટ ડયૂટીમાં તીવ્ર ઘટાડો

પામ, સોયા, સનફ્લાવર તેલની બેઝિક ઇમ્પોર્ટ ડયૂટીમાં તીવ્ર ઘટાડો

 | 6:30 am IST
  • Share

  • ખાદ્યતેલોની વિક્રમી સ્તરે પહોંચેલી કિંમત નીચી આવે તેવા ઉદ્દેશ સાથે કેન્દ્રે નિર્ણય કર્યો
  • પામ ઓઈલ પરનો બેઝ ઇમ્પોર્ટ ટેક્સ 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવ્યો છે

ભારત સરકારે પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ ઉપરના બેઝ ઇમ્પોર્ટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. દેશમાં તહેવારો અગાઉ ખાદ્યતેલોની વિક્રમી સ્તરે પહોંચેલી કિંમત નીચી આવે તેવા ઉદ્દેશ સાથે કેન્દ્રે આ નિર્ણય કર્યો છે.

પામ ઓઈલ પરનો બેઝ ઇમ્પોર્ટ ટેક્સ 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે ક્રૂડ સોયા ઓઈલ પરનો અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરનો બેઝ ઇમ્પોર્ટ ટેક્સનો દર 7.5 ટકાએથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવ્યો છે, તેમ સરકારે એક જાહેરનામામા જણાવ્યું હતું. રિફાઇન્ડ ગ્રેડના પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પરના ઇમ્પોર્ટ ટેક્સને 37.5 ટકાથી ઘટાડીને 32.5 ટકા કરવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર આ ટેક્સ કટ બાદ ક્રૂડ પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પરનો કુલ ટેક્સ 24.75 ટકા રહેશે, જેમાં 2.5 ટકા બેઝ ઇમ્પોર્ટ ડયૂટી અને અન્ય ટેક્સીસનો સમાવેશ થાય છે. જ્યારે રિફાઇન્ડ ગ્રેડના પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પર કુલ 35.75 ટકા ટેક્સ લાગુ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો