India economy will pick up, FY22 will have 9.3% GDP growth: Moodys
  • Home
  • Business
  • ભારતના અર્થતંત્રમાં તેજી જોવા મળશે, FY22માં 9.3% GDP ગ્રોથ રહેશે : મૂડીઝ

ભારતના અર્થતંત્રમાં તેજી જોવા મળશે, FY22માં 9.3% GDP ગ્રોથ રહેશે : મૂડીઝ

 | 8:10 am IST
  • Share

  • કંપનીઓના નફામાં પણ વધારો થવાનો અંદાજ

  • વેક્સિનેશનથી ગ્રાહકોનો કોન્ફિડન્સ વધશે

વૈશ્વિક રેટિંગ સંસ્થા મૂડીઝ દ્વારા ભારતની ઈકોનોમી પૂરપાટ ઝડપે પાટા પર દોડશે અને નાણાકીય વર્ષ 2022માં ભારતનો  GDP ગ્રોથ 9.3 ટકા રહેશે તેવો અંદાજ રજૂ કરાયો છે. ભારતનો આર્થિક વિકાસ તેજી સાથે થશે અને મજબૂત ઈકોનોમિક રિકવરી હાંસલ કરશે. મૂડીઝે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2023માં ભારતનો   GDP ગ્રોથ 7.9 ટકાના દરે થશે. ઝડપી વેક્સિનેશન ઝુંબેશને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિએ જબરદસ્ત વેગ પકડયો છે. જેને કારણે આર્થિક વિકાસને ટેકો મળ્યો છે. મૂડીઝના એનાલિસ્ટ શ્વેતા પાટોડિયાએ કહ્યું હતું કે, બજારમાં ગ્રાહકો દ્વારા ચીજવસ્તુઓની માંગ વધી છે, ખર્ચા કરવાની ક્ષમતા અને ખરીદશક્તિ વધી છે, ઉત્પાદન એક્ટિવિટી વધી છે, કોરોનાનાં નિયંત્રણો હળવા કરાયાં છે. આ ગાળામાં કોમોડિટીઝના ભાવ વધ્યા છે જેને કારણે રેટેડ કંપનીઓના કરવેરા પછીના નફામાં 12થી 18 મહિનામાં વધારો થશે અને ગ્રોથ વધશે.  

દેશમાં કોરોનાની વેક્સિનની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. 30 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે જ્યારે 55 ટકાએ પહેલો ડોઝ લીધો છે. વેક્સિનેશન વધતા ગ્રાહકોનો કોન્ફિડન્સ વધશે અને આર્થિક પ્રવૃત્તિ વેગ પકડશે તેમ મૂડીઝે નોંધ્યું હતું. જો કોરોનાની ત્રીજી લહેર શરૂ થશે તો ગ્રાહકોનું સેન્ટિમેન્ટ ખરડાશે અને આર્થિક ગતિવિધિઓ તેમજ કન્ઝયુમરનું સેન્ટિમેન્ટ ખરડાશે, જેને કારણે ચીજવસ્તુઓની માંગ ઘટી શકે છે. આવા સંજોગોમાં કંપનીઓના નફામાં 15થી 20 ટકાનો ઘટાડો સંભવી શકેછે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો