India eyes 20% ethanol-blending with petrol by FY24: Piyush Goyal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પેટ્રોલ-ડિઝલથી નહીં દેશમાં ગાડીઓ આનાથી ચાલશે, પિયૂય ગોયલે બતાવ્યો સરકારનો માસ્ટર પ્લાન

પેટ્રોલ-ડિઝલથી નહીં દેશમાં ગાડીઓ આનાથી ચાલશે, પિયૂય ગોયલે બતાવ્યો સરકારનો માસ્ટર પ્લાન

 | 11:08 am IST
  • Share

સરકારે પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો એક નવો વિકલ્પ નીકળ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે સરકારનો પ્લાન કહ્યું કે 2023-24 સુધી ઇથેનોલ બ્લેંડિંગનો ટાર્ગેટ 20 ટકા રાખ્યા છે. સરકારનું લક્ષ્ય 100 ટકા ઇથેનોલ પર ગાડી ચલાવાનું છે. ગોયલે કહ્યું કે આવનારા દિવસોમાં બેટરી ટેકનોલોજીની માંગણી વધશે. રિન્યુએબલ સેકટરમાં વધુ વિકાસના લીધે બેટરી ઇન્ડસ્ટ્રીઝ પણ વિકાસ કરશે.

રિન્યુએબલ એનર્જીના વિસ્તારમાં આત્મનિર્ભર ભારત

પિયૂષ ગોયલે કહ્યું કે અમારો હેતુ રિન્યુએબલ એનર્જીના વિસ્તારમાં આત્મનિર્ભર બનાવાનું છે. અમે આવી ટેકનોલોજી ડેવલપ કરશે જેની મદદથી પેટ્રોલની જગ્યા 100 ટકા ઇથેનોલથી જ ગાડીઓ ચાલશે. તેની પાસે ઇલેક્ટ્રિક કાર છે તેનાથી એ અપીલ છે કે તેઓ પોતાની કારને સોલર એનર્જી કે રિન્યુએબલ એનર્જીની મદદથી જ રિચાર્જ કરે. તેના માટે ભવિષ્યમાં મોટા સ્તર પર ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરાશે.

2022 સુધીનું લક્ષ્ય 175 ગીગાવોટ

પિયૂષ ગોયલે કહ્યું કે નાણાંકીય વર્ષે 2022 સુધી રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય 175 ગીગાવોટ રાખ્યું છે. જ્યારે 2030 સુધી રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય 450 ગીગાવોટ છે. ઉલ્લેખની છે કે 5મી જૂનના રોજ World Environment Day 2021ના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20% ઇથેનોલ મિક્સિંગના લક્ષ્યને 2030થી ઘટાડીને 2025 કરી દીધી હતી.

હાલમાં કેટલું ઇથેનોલ બ્લેંડિંગ છે

આપને જણાવી દઈએ કે અગાઉ 2022 સુધીમાં ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય 10% અને 2030 સુધીમાં 20% રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે આ લક્ષ્યાંક વધારવામાં આવ્યો છે. દેશમાં હવેપેટ્રોલમાં લગભગ 8.5 ટકા ઇથેનોલ મિશ્રિત કરાય છે. 2014માં તે માત્ર 1-1.5 ટકાની વચ્ચે હતું.

રિન્યુએબલ એનર્જીમાં ભારત ટોપ ફાઇવમાં

ફ્યુઅલની વધતી કિંમતોની વચ્ચે હવે ભારત રિન્યુએબલ એનર્જીનો ઉપયોગને લઇ ખૂબ સજાગ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં પણ 250%નો વધારો પણ જોવા મળ્યો છે. આપને જણાવી દઈએ કે ભારત
દુનિયાના ટોચના પાંચ દેશોમાં સામેલ છે જ્યાં રિન્યુએબલ એનર્જીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં, ભારત પર્યાવરણ પ્રત્યે સભાન ભારત ‘ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્સ’ માં પણ ટોચના 10 દેશોમાં સામેલ છે. સમાવવામાં આવેલ છે. ખરેખર, વાતાવરણને સુરક્ષિત રાખવા માટે ભારત અર્થવ્યવસ્થા અને ઇકોલોજી બંનેની દિશામાં પ્રયત્નશીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન