India hosts NSA level meeting on Afghanistan crisis ON 10 November
  • Home
  • India
  • અફઘાનિસ્તાન સંકટને લઈને ભારતે NSA લેવલની બેઠકનું કર્યું આયોજન

અફઘાનિસ્તાન સંકટને લઈને ભારતે NSA લેવલની બેઠકનું કર્યું આયોજન

 | 8:28 pm IST
  • Share

  • પીએમ મોદી બધા NSA સાથે વાતચીત કરશે
  • આઠ દેશના NSA આ બેઠકમાં ભાગ લેશે
  • આ તમામ દેશોએ હજુ અફઘાનિસ્તાનને માન્યતા આપી નથી

જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું સાશન આવ્યું ત્યારથી ડરનો માહોલ છે. લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ભારત NSA લેવલની બેઠકનું આયોજન કરી રહ્યુ છે. તેમા અફઘાનિસ્તાનના પાડોશી દેશોથી લઈને રશિયા અને મધ્ય એશિયાઈ દેશો ભાગ લેવા જઈ રહ્યા છે. તો બીજી તરફ બેઠક પહેલા સૂત્રોએ જણાવ્યું કે, આ વાર્તામાં અફઘાનિસ્તાનમાં આતંકવાદ અને સીમા પાર આતંકવાદ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત યુદ્ધગ્રસ્ત દેશમાં વધધી કટ્ટરતા અને અતિવાદ પર પણ બેઠકમાં સામેલ NSA ચર્ચા કરશે. તાલિબાનનું સાશન આવતા જ અફઘાનિસ્તાનમાં આતંકી હુમલામાં વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્ય એશિયાઈ દેશ માદક દવાઓના ઉત્પાદન અને તેની દાણચોરીને લઈને વધુ ચિતિંત છે. આ દેશોને આ વાતની પણ ચિંતા છે કે અફઘાનિસ્તાનમાં પડેલા સૈન્ય હથિયારો આગામી સમયમાં ખતરો ઉભો કરી શકે છે. હકિકતમાં યુદ્ધ બાદ ત્યાં NATO સૈન્યના હથિયારો પડ્યા રહ્યા હતા. આ બેઠકમાં સામેલ થવા માટે ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતુ. જો કે, ચીન આ બેઠકમાં ભાગ લેશે નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને કહ્યું છે કે શેડ્યૂલિંગના કારણે તે આ બેઠકમાં ભાગ નહીં લઈ શકે. તેમણે કહ્યું કે, તે અફઘાનિસ્તાને લઈને બહુપક્ષિય અને દ્વિપક્ષિય વાતચીતને લઈને તૈયાર છે.

આ પહેલા ઈરાનમાં બેઠક થઈ હતી

આ બેઠકને લઈને સૂત્રોએ જણાવ્યું કે, NSA અજીત ડોભાલ 10 નવેમ્બરે અફઘાનિસ્તાન પર NSA લેવલની વાર્તા પહેલા કાલે ઉઝ્બેકિસ્તાન અને તાજિકિસ્તાનના પોતાના સમકક્ષો સાથે દ્વિપક્ષિય વાર્તા કરશે. તેમણે કહ્યું કે, આ ફોર્મેટમાં પહેલા 2018 અને 2019માં ઈરાનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં પાકિસ્તાને ભાગ લીધો ન હતો. જો કે ચીને આ બેઠકોમાં ભાગ લીધો હતો. આ જ કારણે ભારતે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો