India is a poor and very unequal country compared to the rich class
  • Home
  • India
  • સમૃદ્ધ વર્ગની સરખામણીમાં ભારત ગરીબ અને ઘણો અસમાન દેશ

સમૃદ્ધ વર્ગની સરખામણીમાં ભારત ગરીબ અને ઘણો અસમાન દેશ

 | 10:56 pm IST
  • Share

  • વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટમાં ભારત માટે આંખ ઉઘાડનારી વિગતોનો પર્દાફાશ

  • ભારતનાં ટોચના 1 ટકા લોકો કુલ રાષ્ટ્રીય આવકના 20 ટકાથી વધુ સંપત્તિ ધરાવે છે

  • દેશની 50 ટકા વસતી કુલ રાષ્ટ્રીય આવકનો 13 ટકા હિસ્સો ધરાવે છે

વિશ્વનાં સમૃદ્ધ અને વિકસિત તેમજ વિકાસશીલ દેશોની સરખામણીમાં આવકના મામલે ભારત ક્યાં ઊભું છે તેની આંખ ઉઘાડનારી અને ચોંકાવનારી વિગતોનાં વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમૃદ્ધ રોયલ વર્ગની સરખામણીમાં ભારત ઘણો ગરીબ અને અસમાન દેશ છે. 2021માં ભારતનાં ટોચનાં 1 ટકા લોકો કુલ રાષ્ટ્રીય આવકના 20 ટકાથી વધુ આવક ધરાવે છે જ્યારે નીચલી 50 ટકાથી વધુ વસતી ફક્ત 13 ટકા આવક ધરાવે છે. આમ આવકના સંદર્ભમાં પણ ભારતનું ચિત્ર ધૂંધળું છે. વિશ્વમાં અસમાનતા અંગે પૂરાવાને આધારે રિપોર્ટ તૈયાર કરનાર વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબનાં રિપોર્ટમાં ઉપરના તારણો રજૂ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ લુકાસ ચાન્સેલ તેમજ ફ્રાન્સના ઇકોનોમિસ્ટ થોમસ પિકેટ્ટી તેમજ અન્યો દ્વારા તૈયાર કરાયો છે.

1 ટકા ધનિક ભારતીયો પાસે કુલ રાષ્ટ્રીય આવકના 22 ટકા હિસ્સો

વર્ષ 2021માં ભારતનાં 1 ટકા ધનિક ભારતીયો પાસે કુલ રાષ્ટ્રીય આવકના 22 ટકા હિસ્સો હતો. જ્યારે ટોચના 10 ટકા લોકો આવકનો 57 ટકા હિસ્સો ધરાવતા હતા. ભારતની એડલ્ટ વસતીની રાષ્ટ્રીય સરેરાશ આવક 7,400 યૂરો અથવા તો રૂ. 2,04,200 થઈ હતી. જે તે વ્યક્તિની ખરીદશક્તિનાં આધારે આ ગણતરી કરવામાં આવી હતી. દેશની સરેરાશ રાષ્ટ્રીય આવક અસમાનતાને છુપાવતી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું.

સંપત્તિની બાબતમાં અસમાનતામાં વધારો

જો સંપત્તિની વાત કરીએ તો આ અસમાનતામાં ઘણો વધારો થયો હતો. ભારતની નીચેની 50 ટકા વસતી આ રીતે જોવા જઈએ તો કોઈ સંપત્તિ ધરાવતી નથી. તેમની સંપત્તિ ઝીરો હોવાનું રિપોર્ટ નિર્દેશ કરે છે. દેશનો મધ્યમ વર્ગ પણ આ રીતે જોઈએ તો ઘણો ગરીબ છે. જેની પાસે કુલ સંપત્તિના ફક્ત 29.5 ટકા હિસ્સો જ છે. જ્યારે દેશના ટોચના 10 ટકા લોકો 65 ટકા અને ટોચના 1 ટકા લોકો 33 ટકા સંપત્તિ ધરાવે છે.

ભારતની સરેરાશ સંપત્તિ 4,200 યૂરો

ભારતની સરેરાશ સંપત્તિ 4,200 યૂરો છે જે કુલ સંપત્તિના 6 ટકા હતી. મધ્યમ વર્ગની સરેરાશ સંપત્તિ 26,400 યૂરો કે રૂ. 7,23,930 છે. ટોચના 10 ટકા લોકો 2,31,300 યૂરો કે રૂ. 63,54,070 ની સંપત્તિ ધરાવે છે જ્યારે ટોચના 1 ટકા લોકો 6.1 મિલિયન યૂરો કે રૂ. 3,24,49,360ની સંપત્તિ ધરાવે છે.
આર્થિક સુધારા પછી આવક અને સંપત્તિની અસમાનતા વધી.

1980નાં આર્થિક સુધારા પછી તેમજ ઉદાર નીતિઓ અપનાવવામાં આવ્યા પછી આવક અને સંપત્તિની અસમાનતામાં નોંધપાત્ર વધારો થયો હતો. આર્થિક સુધારા અને ગ્રોથને કારણે ટોચના 1 ટકા લોકોને સૌથી વધુ લાભ થયો હતો જ્યારે મધ્યમ વર્ગનાં ગ્રૂપને ઓછામાં ઓછો ફાયદો થયો હતો. જ્યારે ગરીબોની સ્થિતિ જેમની તેમ હતી.

દેશમાં જાતિગત અસમાનતા પણ ઘણી વધારે

દેશમાં જાતિગત અસમાનતા પણ ઘણી વધારે હતી. મહિલા મજૂરોની આવકનો હિસ્સો 18 ટકા જેટલો હતો. જે એશિયાની સરેરાશ કરતા ઘણો ઓછો એટલે કે 21 ટકા હતો. આનું મૂલ્ય વિશ્વની સરખામણીમાં ઘણું ઓછું છે જો કે વેસ્ટ એશિયાના હિસ્સા કરતા તે થોડો વધુ એટલે કે, 15 ટકા હતો. 1990 પછી તેમાં 8 ટકાનો વધારો થયો હતો.

ભારતમાં ગ્રીન હાઉસ ગેસનો માથાદીઠ વપરાશ

ભારતમાં ગ્રીન હાઉસ ગેસનો માથાદીઠ વપરાશ ઘણો ઓછો એટલે કે ફક્ત CO2e/ છે. નીચેના 50 ટકા વપરાશકારો દીઠ તે 1, મધ્યમ 40 ટકાદીઠ તે 2 અને ટોચના 10 ટકા દીઠ 9 CO2e/ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો