India-Pakistan series will be played in Dubai as soon as the BCCI gives the green signal
  • Home
  • Sports
  • Cricket
  • BCCI ગ્રીન સિગ્નલ આપતા જ ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઇમાં સિરીઝ રમાશે

BCCI ગ્રીન સિગ્નલ આપતા જ ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઇમાં સિરીઝ રમાશે

 | 6:24 pm IST
  • Share

  • દુબઇ ક્રિકેટ કાઉન્સિલની BCCIને રજૂઆત
  • ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઇમાં સિરીઝ રમાડો: અબ્દુલ રહમાન
  • ભારત-પાકિસ્તાન સિરીઝ માટે બીસીસીઆઈના ગ્રીન સિગ્નલની રાહ 


ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012-13 બાદથી દ્વિપક્ષિય સિરીઝ રમાઇ નથી. પરંતુ ક્રિકેટ ફેન્સને હંમેશા બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચ જોવાની આતુરતા હોય છે. જ્યારે પણ આ બંને દેશ ક્રિકેટના મેદાનમાં આમને-સામને હોય છે તો રોમાંચ પરમ પર હોય છે અને દુનિયાની નજર આ મેચ પર હોય છે. તાજેતરમાં જ સમાપ્ત થયેલ ટી-20 વર્લ્ડકપ તેનો પુરાવો છે. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનની મેચને દુનિયાભરમાં 16 કરોડથી વધુ લોકોએ જોઇ હતી અને આ સૌથી વધુ જોવાયેલ ટી-20 મેચ બની ગઇ હતી. આ રોમાંચને જોતા દુબઇ ક્રિકેટ કાઉન્સિલે ભારત-પાકિસ્તાન વચ્ચે પોતાના ત્યાં સિરીઝ કરાવા માટે રજૂઆત કરી છે.

દુબઇ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન અબ્દુલ રહમાન ફલકનાઝે કહ્યું,‘તેઓ ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન સિરીઝની યજમાની માટે તૈયાર છે.’

દુબઇની મીડિયા એજન્સીએ ફલકનાઝના હવાલાથી કહ્યું,‘ સૌથી સારી વાત એ છે કે, ભારત-પાકિસ્તાનની મેચ અહીંયા (દુબઇ) રમાશે. જ્યારે પહેલા શાહઝાંહમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલા રમાતા હતા. તો તે યુદ્ધ જેવા હતા. પરંતુ તે એક સારી લડાઇ હતી અને રમત તેના કેન્દ્રમાં હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ સંબંધોની અસર ક્રિકેટ પર પણ પડી છે અને ગત કેટલાક વર્ષોમાં બંને ટીમો માત્ર આઇસીસીની ઇવેન્ટમાં એક-બીજા સામે ટકરાઇ છે.

દુબઇમાં રમાય ભારત-પાક સિરીઝ: અબ્દુલ રહમાન

અબ્દુલ રહમાને કહ્યું,‘મને યાદ છે કે રાજ કપૂર એક વખત પોતાના પરિવાર સાથે આવ્યા હતા. એવોર્ડ્સ નાઇટ દરમિયાન તેમણે માઇક લઇ કહ્યું હતું,‘શારજાંહમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો આ મુકાબલો કેટલો શાનદાર છે. ક્રિકેટ લોકોને એકસાથે લાવે છે, ક્રિકેટ હંમેશા સાથે લાવે છે અને આપણે તેને હંમેશા આવી રીતે જ રહેવા દેવું જોઇએ.’ તો અમે પણ આવું જ કરવા માગીએ છીએ. જો અમે ભારતને વર્ષમાં એક અથવા બે વખત પાકિસ્તાન વિરૂદ્ધ રમવા માટે અહિંયા લાવી શકીએ તો તે ખુબ જ શાનદાર હશે. અમે ક્રિકેટના સારા માટે આવું કરવા માગીએ છીએ. હવે બસ બીસીસીઆઈના ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે’.

તેમણે BCCIને નિયમિત રૂપે આઇપીએલનું આયોજન કરવા માટે આમંત્રણ આપ્યું છે. રહમાન અનુસાર, યૂએઇ એ 2020માં કોરોનાકાળમાં આઇપીએલનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું અને આ વર્ષે પણ લીગનો બીજો તબક્કો પણ યૂએઇમાં જ રમાયો છે. આ સિવાય બીસીસીઆઇની યજમાનીમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન પણ યૂએઇ અને ઓમાનમાં થયુ હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો