india post gds recruitment post master and dak sevak vacancy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • પોસ્ટ વિભાગમાં 2428 જગ્યા પર થશે ભરતી, સરકારી નોકરી મેળવવાની સારી તક

પોસ્ટ વિભાગમાં 2428 જગ્યા પર થશે ભરતી, સરકારી નોકરી મેળવવાની સારી તક

 | 10:45 am IST
  • Share

જો તમે 10મુ ધોરણ પાસ કર્યુ છે અને તમે નોકરી શોધી રહ્યા છો, તો ભારત સરકાર તમને આ તક આપી રહી છે. તમને સરકારી જોબ (Sarkari Job) મેળવવાની સુવર્ણ તક છે. ભારતીય ટપાલ વિભાગ (Dak Ghar) તમને આ તક આપી રહ્યું છે. વિશેષ વાત એ છે કે આ માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં કે કોઈ ઇન્ટરવ્યુ થશે નહી.

આ ભરતી ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર (ABPM)ની જગ્યાઓ સંભાળશે. કુલ 2428 પોસ્ટ પર ભરતી થશે. આ સરકારી નોકરીની વિગતો આગળ વાંચો અને વિલંબ કર્યા વિના અરજી કરો. આ ભરતી મહારાષ્ટ્ર રાજ્યમાં થવાની છે.

આવશ્યક લાયકાત 
જીડીએસ અને પોસ્ટ માસ્ટર વેકેન્સી 2021 માટે તમારે 10 મા ધોરણ પાસ થયેલ હોવું જોઈએ. આ સિવાય, સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઇએ. ઓબીસી, એસસી, એસટી અને દિવ્યાંગને 3 થી 15 વર્ષની છૂટછાટ મળશે.

કેવી રીતે અરજી કરવી 
આ ખાલી જગ્યા માટે, તમારે ઇન્ડિયા પોસ્ટ (Post Master Vacancy 2021) વેબસાઇટ appost.in ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરવી પડશે. અરજીની પ્રક્રિયા 27 એપ્રિલ 2021 થી શરૂ થઈ છે. તમારી પાસે અરજી કરવા 26 મે 2021 સુધીનો સમય છે. જનરલ, ઓબીસી અને આર્થિક નબળા વિભાગ માટે અરજી ફી 100 રૂપિયા છે. અન્ય લોકો માટે કોઈ ફી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન