India reports 2,64,202 fresh COVID cases in last 24 hours
  • Home
  • Corona
  • કોરોનાની ડરામણી સ્પીડ, 24 કલાકમાં 2.64 લાખ નવા કેસ

કોરોનાની ડરામણી સ્પીડ, 24 કલાકમાં 2.64 લાખ નવા કેસ

 | 10:38 am IST
  • Share

  • દેશમાં આજે ગઇકાલ કરતાં 16785 કેસ વધુ સામે આવ્યા

  • છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 219 લોકોના મોત થયા

  • મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ

કોરોના વાયરસના કેસમાં એક વખત મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 264202 નવા દર્દી સામે આવ્યા છે. આ આંકડા ગઇકાલે એટલે કે ગુરૂવારની સરખામણીમાં 6.7 ટકા વધુ છે. ભારતમાં અત્યારે કોરોનાનો સંક્રમણ દર 14.78 ટકા થઇ ગયો છે. હાલ દેશમાં નવા વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોનના કેસ 5753 છે.

દેશમાં આજે ગઇકાલ કરતાં 16785 કેસ વધુ સામે આવ્યા છે. ગઇકાલે કોરોના વાયરસના 247417 કેસ આવ્યા હતા. તો આજે 264202 નવા કેસ આવ્યા અને 1,09,345 રિકવરી થઇ. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 12,72,073 છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 219 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના લીધે અત્યાર સુધી 485350 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્ર, દિલ્હીમાં સૌથી વધુ કેસ

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 46,406 નવા દર્દીઓ મળી આવ્યા છે. બીજા નંબર પર દિલ્હી છે ત્યાં 28,867 નવા કોવિડ દર્દીઓ મળી આવ્યા છે. ત્યારબાદ કર્ણાટક (25,005), બંગાળ (23,467) અને તમિલનાડુ (20,911) આવે છે. કુલ નવા કેસોમાંથી 54.74 ટકા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. નવા કેસોમાં માત્ર મહારાષ્ટ્રનો હિસ્સો 17.56 ટકા છે.

કોરોનાને હરાવવા માટે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 73,08,669 કોવિડ રસી આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 1,55,39,81,819 કોરોના રસી આપવામાં આવી છે. ટેસ્ટિંગની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 17,87,457 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી. બેઠકમાં કોવિડ-19નો સામનો કરવા માટેની તૈયારીઓ અને રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો