India, US should stand together as threats to democracy, freedom rise: Blinken
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિશ્વમાં લોકશાહી પર જોખમ, ભારત અને અમેરિકા સાથે ઊભા રહે: બ્લિન્કન

વિશ્વમાં લોકશાહી પર જોખમ, ભારત અને અમેરિકા સાથે ઊભા રહે: બ્લિન્કન

 | 7:37 am IST
  • Share

દલાઇ લામાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરીને ચીનને આંચકો આપ્યો

અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કને બુધવારે જણાવ્યું હતું કે વિશ્વમાં લોકશાહી અને આંતરરાષ્ટ્રીય આઝાદી સામે ખતરો વધી રહ્યો છે તેવામાં ભારત અને અમેરિકાએ સાથે ઊભા રહેવાનું ચાલુ રાખવું જોઇએ. અમેરિકી વિદેશપ્રધાન બ્લિન્કને બુધવારે તિબેટના ધર્મગુરુ દલાઇ લામાના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરીને ચીનને આંચકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા એમ બંને દેશોએ લોકશાહીને વધુ ખુલ્લી કરવા માટે નાગરિક સમુદાયોને પણ વાઇબ્રન્ટ કરવાની જરૃર છે. ભારતના વિદેશપ્રધાન એસ.જયશંકર સાથેની મુલાકાત દરમિયાન અમેરિકી વિદેશપ્રધાને જણાવ્યું હતું કે પ્રમુખ બાઇડેન ભારત-અમેરિકા સંબંધો મજબૂત કરવાના હિમાયતી છે. કોઇ પણ પડકાર એવો નથી કે આપણા નાગરિકોના જીવનને પ્રભાવિત ના કરે.

અમેરિકી વિદેશપ્રધાન બ્લિન્કને એનએસએ અજિત ડોભાલ સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક મુદ્દે ચર્ચા કરતાં અફઘાનિસ્તાનના તાલિબાની પડકાર અને હિંદ પ્રશાંત ક્ષેત્ર વિષે ચર્ચા કરી હતી. અફઘાનિસ્તાન મુદે અમેરિકી વિદેશપ્રધાને ભારત સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું બોલાવી લીધા પછી પણ અમેરિકા ત્યાંના લોકોની ભલાઇ માટે કામ કરતું રહેશે. અમેરિકા અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માંગે છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા એમ બંને અફઘાનિસ્તાનમાં મજબૂત સરકાર અને શાંતિના હિમાયતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન