India will launch its own digital currency: RBI Deputy Governor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દેશમાં લોન્ચ થશે પોતાની ડિજિટલ કરન્સી, RBIના ડિપ્ટી ગવર્નરે કરી મોટી વાત

દેશમાં લોન્ચ થશે પોતાની ડિજિટલ કરન્સી, RBIના ડિપ્ટી ગવર્નરે કરી મોટી વાત

 | 11:08 pm IST
  • Share

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે ગુરુવારે કહ્યું હતું કે આરબીઆઈ તબક્કાવાર રીતે પોતાનું ડિજિટલ ચલણ અમલમાં મૂકવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે અને તેને પાયલટ આધેર જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રોમાં રજૂ કરવાની પ્રક્રિયામાં છે.

તેમણે કહ્યું કે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC)ને લઈને સમજી વિચારીને ઘણી પ્રગતિ કરી છે અને વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો આ સંદર્ભમાં કામ કરી રહી છે. શંકરે કહ્યું કે સીબીડીસી હેઠળ ઉપભોક્તાઓને તે કેટલીક મુદ્રામાં જોવા મળેલી અસ્થિરતાના ભયાવહ સ્તરથી બચાવવાની આવશ્યક્તા છે, જેને કોઈ સરકારી ગેરંટી પ્રાપ્ત નથી. તેમણે કહ્યું કે, વિવિધ દેશોની કેન્દ્રીય બેન્કો સીબીડીસીની સંભાવનાને શોધી રહી છે અને કેટલાક દેશોએ આવી ધારણા રજૂ કરી છે.

ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા, તેમણે કહ્યું કે કદાચ ડિજિટલ ચલણ વિશેનો વિચાર અમલીકરણની નજીક છે. ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે, અન્ય સેન્ટ્રલ બેંકોની જેમ આરબીઆઈ પણ લાંબા સમયથી ડિજિટલ ચલણના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે નાણાં મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી ઉચ્ચ-સ્તરની આંતર-મંત્રાલય સમિતિએ નીતિ અને કાનૂની માળખાની તપાસ કરી છે અને દેશમાં સીબીડીસીને ડિજિટલ ચલણ તરીકે રજૂ કરવાની ભલામણ કરી છે.

તેમણે કહ્યું કે આરબીઆઈ તબક્કાવાર રીતે પોતાની ડિજિટલ ચલણ લાગુ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે અને તેને એવી રીતે લાગુ કરી શકાય છે કે બેન્કિંગ સિસ્ટમ અને નાણાકીય નીતિ ઉપર કોઈ અસર ના પડે. ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે આને કાયદાકીય પરિવર્તનની જરૂર પડશે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ હાલની જોગવાઈઓ ચલણને ભૌતિકરૂપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, આના પરિણામ સ્વરૂપ સિક્કા અધિનિયમ, ફેમા અને આઈટી એક્ટમાં પણ સુધારાની જરૂરિયાત ઉભી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન