- મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બન્યો
- કોરોનાને કારણે શુક્રવારે ચાર દર્દીઓના મોત
- સૌથી વધુ કેસ મુંબઈમાં નોંધાયા
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના 1,152 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે જ કોરોનાને કારણે વધુ ચાર દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓના અનુસાર, નવા કેસની સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 81,54,529 પર પહોંચી ગઇ છે જ્યારે રાજ્યનો કોરોના મૃત્યુઆંક પણ વધીને 1,48,475 પર પહોંચી ગયો છે. અધિકારીઓએ કહ્યું હતું કે ગુરુવારે રાજ્યમાં કોરોનાના નવા 1,086 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે કેસનો આંકડો 1100ના આંકને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં શુક્રવારે નોંધાયેલા કેસની વાત કરીએ તો સૌથી વધારે કેસ મુંબઇમાં નોંધાયા હતા.










