• કંગના રનોત મંડીથી છે ભાજપના ઉમેદવાર
  • આજે હિમાચલના સુંદર નગરમાં કંગનાએ કર્યો ચૂંટણી પ્રચાર
  • કોંગ્રેસને રામમંદિર અને બેફામ નિવેદનોને લઇને લીધી આડેહાથ

લોકસભાની ચૂંટણીમાં કંગનાને મંડીથી ભાજપે ઉમેદવાર જાહેર કરી છે. તે બાદથી કંગના દ્વારા ઠેર ઠેર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે કંગના રનોત હિમાચલના સુંદર નગર પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રચાર સંબોધનમાં કોંગ્રેસને બરાબરની આડેહાથ લીધી હતી.

કોંગ્રેસ હોશમાં નથી લાગતી- કંગના

[[$googlead]]

કંગનાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં બનેલા રામ મંદિર માટે એકત્ર કરાયેલા દાનને ભાજપનું કૌભાંડ ગણાવ્યું છે. કોંગ્રેસ હોશમાં નથી આવી રહી અને નિવેદનો આપી રહી છે. ભાજપે દેશમાં કોંગ્રેસની ખુમારી અને દુર્બુદ્ધિ સામે લડવું પડશે.

[[$alsoread]]

કોંગ્રેસે રામ અને રામમંદિરને કાલ્પનિક ગણાવ્યા- કંગના

તો રામ મંદિર મામલે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે રામમંદિર મુઘલો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ભગવાન રામ સાથે જોડાયેલા પુરાવા હતા, પરંતુ તેમ છતાં કોંગ્રેસે ભગવાન રામ અને મંદિરને કાલ્પનિક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સેના અને શહીદો વિશે અપમાનજનક ટિપ્પણી કરે છે. ભાજપનો સૌથી મોટો ધર્મ રાષ્ટ્રવાદ છે અને લોકસભા ચૂંટણી-2024 એ ધાર્મિક યુદ્ધ છે.

મને ઉમેદવાર બનાવતા કોંગ્રેસને મરચા લાગ્યા- કંગના

કંગનાએ કહ્યું કે મને ભાજપે ટિકિટ આપતા કોંગ્રેસને આઘાત લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ મારી વિરુદ્ધ ઘણી અભદ્ર વાતો કરી હતી. પરંતુ, હવે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા બોલિવૂડ સ્ટાર હેમા માલિની સામે અપશબ્દોનો ઉપયોગ કરતા પણ ખચકાતા નથી. આ ખૂબ જ શરમજનક છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આજ સુધી કોઈને માન આપ્યું નથી.


  • Follow us on: