• હિમાચલમાં રાજકીય ગરમાવો તેજ
  • કોંગ્રેસ ચીફ પ્રતિભા સિંહે કર્યા ભાજપના વખાણ
  • કહ્યું ભાજપનું કામ અમારા કરતા વઘુ સારુ

હિમાચલમાં રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના બળવાખોર નેતાઓને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ચીફ પ્રતિભા સિંહે ભારતીય જનતા પાર્ટીને લઇને એક મહત્વનું નિવેદન આપ્યું છે.

બીજેપીનું કામકામ અમારા કરતા વધારે સારુ- પ્રતિભાસિંહ

[[$googlead]]

તેમણે કહ્યું કે સાંસદ તરીકે મારે કોંગ્રેસમાં રહીને ઘણુ બધુ કામ કરવાનું બાકી છે. હું મારા મત વિસ્તારના લોકો સાથે મળતી હોવ છું. તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરું છેુ. એ એ વાત સાચી છે કે બીજેપીનું કામકાજ અમારા કરતા વધુ સારું છે. પ્રતિભા સિંહે વધુમાં કહ્યું કે, તેમણે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુને તેમનો સંદેશો પહોંચાડ્યો છે અને તેમને સંગઠનને મજબૂત કરવા કહ્યું છે.

[[$alsoread]]

સંગઠન મજબૂત કરવાની જરૂર- પ્રતિભાસિંહ

હું પહેલા દિવસથી જ સીએમને કહી રહી છું કે સંગઠન મજબૂત કરીશું તો જ ચૂંટણીનો સામનો કરી શકીશું. અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે. અમે જમીન પર ઘણી મુશ્કેલીઓ જોઈ શકીએ છીએ, જેમ કે પીએમ મોદીના નિર્દેશો પર, ભાજપ ઘણું બધું કરવા જઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વડાએ વધુમાં કહ્યું કે મે વારંવાર વિનંતી કરી છે કે આપણે મજબૂત થવાની જરૂર છે અને પાર્ટીએ સંગઠિત થવાની જરૂર છે. કપરો સમય છે છતાં ચૂંટણી લડીશુ અને જીતીશું. 

  • Follow us on: