• છત્તીસગઢમાં યુપી સીએમ ગરજ્યા
  • રામ મંદિર મામલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
  • કોંગ્રેસે શ્રીરામના અસ્તિત્વ પર સવાલ કર્યા

મિઝોરમ અને છત્તીસગઢમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ બંને રાજ્યોમાં 7 નવેમ્બરે મતદાન થશે. પીએમ મોદીએ મિઝોરમની જનતાને ચૂંટણી પહેલા સંબોધન કર્યુ હતું. ત્યારે હવે યુપી સીએમ છત્તીસગઢમાં પહોંચ્યા છે. છેલ્લી ઘડીએ પણ બીજેપી દ્વારા પુરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

સુકમામાં યોગીનું સંબોધન

[[$googlead]]

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે છત્તીસગઢના સુકમામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ નથી ઈચ્છતી કે અયોધ્યામાં રામ મંદિર બને. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના સાથી પક્ષો રામ ભક્તો પર ગોળીબાર કરતા હતા. યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસ લાંબા સમયથી સરકારમાં હતી, પરંતુ તેઓએ રામ મંદિર ન બનાવીને વિવાદ ઉભો કર્યો.

[[$alsoread]]

કોંગ્રેસે વિવાદ સર્જ્યો

યુપી સીએમએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિર બનાવવા ઈચ્છતી ન હતી. તેઓ રામભક્તોને મારતા હતા. તેના સાથીદારો ફાયરિંગ કરાવતા હતા. તેઓ તો કહેતા કે રામ છે કે નહી તે પણ અમને ખબર નથી. આ લોકો ભગવાન રામના અસ્તિત્વ પર પણ સવાલો ઉભા કરી રહ્યા હતા. 

  • Follow us on: