- પીએમ મોદીના કાશ્મીરમાં આગમનને લઇને ઉત્સાહ ચરમસીમાએ
- બક્ષી સ્ટેડિયમ બહાર હજારોની સંખ્યામાં લોકો થયા એકઠા
- વેલકમ મોદીજીના નારા સાથે રોડ રસ્તા ગુંજી ઉઠ્યા
પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીર આવી રહ્યા છે. શ્રીનગરમાં તેઓ સભા સંબોધવાના છે. ત્યારે 370 કલમ નાબૂદ થયા બાદ પીએમ મોદી અહીં પ્રથમ વાર અહીં આવી રહ્યા છે જેને લઇને લોકોમાં ખુશીનો માહોલ છે. લોકો વહેલી સવારથી જ બક્ષી સ્ટેડિયમ બહાર ભેગા થઇ ગયા છે.
સ્ટેડિયમ બહાર એકઠા થયા લોકો
પીએમ મોદીના સ્વાગત માટે સ્ટેડિયમ બહાર હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા છે. પાર્ટીના ઝંડા સાથે ભાજપના કાર્યકરો બાર બાર મોદી સરકાર' ના નારા લગાવતા જોવા મળ્યા હતા. પીએમ મોદી ઘાટી માટે વિકાસ પેકેજની જાહેરાત કરે તેવી અપેક્ષા રાખતા લોકો વહેલી સવારે સ્થળ તરફ જતા જોવા મળ્યા હતા. તેમના સંબોધન દરમિયાન, પીએમ મોદી પર્યટન અને કૃષિ સંબંધિત અનેક પ્રોજેક્ટ્સની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
આ ઐતિહાસિક રેલી હશે- રવિન્દર રૈના
જમ્મુ અને કાશ્મીર બીજેપીના પ્રમુખ રવિન્દર રૈનાએ કહ્યું કે "અહીં કાશ્મીરમાં પીએમને આવકારવા માટે ઘણો ઉત્સાહ છે, આ એક ઐતિહાસિક રેલી હશે અને કાશ્મીરના લોકોનો પીએમ માટે જે પ્રેમ છે તે દુનિયા જોશે. કાશ્મીરમાં ઘણો વિકાસ થયો છે અને લોકો તેની પ્રશંસા કરે છે. અમે આ રેલીમાં ઓછામાં ઓછા 2 લાખ લોકોની અપેક્ષા રાખીએ છીએ. પીએમ સબકા સાથ અને સબકા વિશ્વાસની વાત કરી રહ્યા છે અને આજે આપણે કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ જોઈ રહ્યા છીએ.









