- રસ્તાના કિનારે કોઈ ગેસના સિલિન્ડર મૂકી ગયું
- પોલીસે સૈન્ય સાથે સમગ્ર સિલિન્ડર નષ્ટ કર્યા
- સૈન્યએ રસ્તો ડાઈવર્ટ કરાવીને વિસ્તાર કોર્ડન કર્યો
જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સૈન્ય જવાનોને ત્રણ શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ મચી ગઈ હતી. જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના ક્રાલગુંડ ગામ પાસે ગાનાપોરા વિસ્તારમાંથી આ વસ્તુ મળી આવી હતી. કુપવારા જિલ્લો ઉત્તર કાશ્મીરના ભાગમાં આવે છે. સૈન્ય તરફથી કરવામાં આવેલી કામગીરીમાં ત્રણ શંકાસ્પદ સિલિન્ડર્સને ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યા છે. સૈન્યએ રોડ ઓપનિંગ પાર્ટી અને 30 રાષ્ટ્રીય રાઈફ્લ્સ તથા હંદવાળા પોલીસની મદદથી આ એક્શન લેવામાં આવ્યું છે.
યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ
જમ્મુ કાશ્મીર પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, સુરક્ષાનું જોખમ સામે આવતા સ્ટાફે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. 30 રાષ્ટ્રીય રાઈફલ્સ અને હંદવાળા પોલીસની મદદથી 25 એડીપી તથા સ્ટાફે કામગીરી કરી છે. ત્રણ શંકાસ્પદ સિલિન્ડર મળી આવ્યા હતા. જેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. કુપવારા જિલ્લાના ક્રાલગુંડ પાસે રસ્તાના કિનારે આ સિલિન્ડ પડ્યા હતા. પછી સૈન્યને જાણ કરતા પગલાં લેવામાં આવ્યા હતા. સવારે આશરે 8 વાગ્યે 25 એડીપીથી આરઓપીથી ઉદીપુરા તરફ જતા રસ્તા પર ઝાડીની નીચે આ સિલિન્ડ પડ્યા હતા. સૈન્યએ સમગ્ર સ્થિતિ કંટ્રોલ કરવા માટે રસ્તો ડાઈવર્ટ કરાવી દીધો હતો. પછી હંદવાળા પોલીસની ટીમે ત્રણેય સિલિન્ડરને નષ્ટ કરી દીધા હતા.
અંદર વિસ્ફોટક પદાર્થ હતા
તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે, એમાં યુરિયા અને બીજા વિસ્ફોટક પદાર્થો હતા. આ ઘટના બની એમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. પોલીસે ઉમેર્યું કે, જાહેરમાં આવી રીતે સિલિન્ડ મૂકનારાનો ઈરાદો સ્પષ્ટ થયો નથી. આવું કરનારાઓને શોધીને પાઠ ભણાવવામાં આવશે. સ્થાનિક પ્રજાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે ઉમેર્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. આસપાસના વિસ્તારોની પણ તપાસ કરવામાં આવશે. પ્રજાને પણ અપીલ કરવામાં આવી છે કે, આ પ્રકારની કોઈ શંકાસ્પદ વસ્તુઓ જોવા મળે તો તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કરવામાં આવે. ગત મહિને બારામુલા નેશનલ હાઈવે પર હંજીવેરા પટ્ટન વિસ્તારમાં આ જ પ્રકારે કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી.









