- સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
- કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મૂકેલા ફોટાને લઇને કર્યો કટાક્ષ
- કહ્યું, તસવીરો ભારતની નહી અમેરિકા અને થાઇલેન્ડની છે
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસે પાંચ ન્યાય અને 25 ગેરંટીઓનો ઢંઢેરામાં સમાવેશ કર્યો છે. ત્યારે આ મામલે બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.
થાઇલેન્ડ રાહુલ ગાંધીને પસંદ છે- સુધાંશુ ત્રિવેદી
ભાજપે કોંગ્રેસના ઘોષણાપત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીને થાઈલેન્ડ પસંદ છે. એટલા માટે ત્યાંનું ચિત્ર છાપવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના મેનિફેસ્ટો પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો.સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે વોટર મેનેજમેન્ટ પર ન્યૂયોર્કનો બફેલો નદીનો ફોટો મુક્યો છે. વધુમાં કહ્યું કે પર્યાવરણ સ્વચ્છતામાં એક ફોટો છે, તે થાઈલેન્ડનો છે, જે રાહુલ જીને ખૂબ જ પસંદ છે.
કોંગ્રેસનો મેનિફેસ્ટો જુઠ્ઠાણાથી ભરેલો –સુધાંશુ ત્રિવેદી
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે આ કોંગ્રેસનો ઢંઢેરો નથી, જુઠ્ઠાણાનું પોટલું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી દેશ પર શાસન કર્યું, પરંતુ દેશની ઉર્જાનો યોગ્ય ઉપયોગ કર્યો નથી.
હવે જનતા મૂંઝાશે નહીં-સુધાંશુ ત્રિવેદી
બીજેપી નેતાએ વધુમાં કહ્યું કે, અગાઉ કોંગ્રેસના શાસનમાં સાક્ષરતા દર ખૂબ જ ઓછો હતો તેથી લોકો તેમની વાતોમાં આવી જતા હતા હવે મોદી સરકાર આવ્યા બાદ સાક્ષરતા દરમાં વધારો થયો છે, તેથી કોઈ મૂંઝાશે નહીં.
આ લોકો વેશ બદલીને આવે છે- સુધાંશુ ત્રિવેદી
સુધાંશુ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે ખડગે સાહેબે કહ્યું કે તેઓ તમામ મહિલાઓને 1 લાખ રૂપિયા આપશે. 2019માં પણ આવુ કહ્યું હતું તો જણાવો કેટલા રાજ્યોની સરકારોમાં તેમણે પૈસા આપ્યા. તેમણે ઘોષણાપત્રનું નામ ન્યાય પત્ર આપ્યું છે. તેમણે કહ્યું જેમણે ભારતની જનતા સાથે, વિદ્યાર્થીઓ સાથે અને સૈનિકો સાથે કશું કર્યુ નથી તેવા લોકો હવે ન્યાય પત્રની વાત કરી રહ્યા છે. આ લોકો વેશ બદલીને આવે છે. આ લોકો વિદેશથી ઉધાર લઇને ફોટો પણ લગાવી રહ્યા છે. પહેલા તો વિદેશમાં ભારતની છબી ખરાબ કરવાની કોશિશ કરતા હતા. તેઓ ભરોસાની ગેરંટી વિરુદ્ધ ભ્રમની ગેરંટી વચ્ચે આ ચૂંટણનો માહોલ બનાવી રહ્યા છે.
[[$googlead]]