• PM મોદી મધ્યપ્રદેશ પહોંચ્યા ચૂંટણી પ્રચાર અર્થે
  • બાલાઘાટમાં પીએમ મોદી કરી રહ્યા છે સંબોધન
  • અગાઉ પીલીભીતમાં સંબોધી હતી ચૂંટણી સભા

પીએમ મોદી લોકસભાની ચૂંટણીને લઇને પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. એક બાદ એક રાજ્યમાં ચૂંટણી સભા ગજવી રહ્યા છે. ત્યારે પીલીભીત બાદ પીએમ મોદી મધ્યપ્રદેશ પહોંચ્યા છે. મધ્યપ્રદેશના બાલાઘાટમાં પીએમ મોદી ચૂંટણી સભા સંબોધી રહ્યા છે.

ઇન્ડિ.ગઠબંધન પર પીએમ મોદીએ તાક્યુ નિશાન

PM મોદીએ સંબોધન કરતા ઇન્ડિ. ગઠબંધનને આડેહાથ લેતા જણાવ્યું કે આજે કોંગ્રેસ હવે ઇન્ડિ. ગઠબંધન બનાવીને દેશ વિરુદ્ધ બ્યૂગલ ફૂંક્યુ છે. આ લોકો અંદરોઅંદર એકબીજા સાથે ઝઘડી રહ્યા છે અને કહી એમ રહ્યા છે કે મોદીને રોકવા માટે સાથે આવ્યા છીએ. પરંતુ આ લોકોને મોદીને રોકવા નથી પણ દેશના વિકાસને રોકવો. એટલા માટે જ તેઓ મોદીને ગાળો અને ધમકી આપી રહ્યા છે. પરંતુ મારા માટે તો મારુ ભારત જ મારો પરિવાર છે. 

મોદી ઝૂકશે નહી- પીએમ મોદી

પીએમ મોદીએ વધુમા કહ્યું કે જે લોકો પોતાની તિજોરી ભરવા માટે રાજનીતિમાં આવ્યા છે તેઓ મોદીને ધમકી ન આપે. તેમણે કહ્યું કે મોદી મહાકાલના ભક્ત છે. ઝૂકશે તો માત્ર મહાકાલ અને જનતા સામે જ’  કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ માટે આગળ આવી ત્યારે કોંગ્રેસે તેમને હરાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. કોંગ્રેસે ક્યારેય આદિવાસી વારસાનું સન્માન કર્યું નથી. કોંગ્રેસે ગોવિંદ ગુરુ જેવા ક્રાંતિકારીને સ્વતંત્રતા સેનાનીનો દરજ્જો પણ આપ્યો ન હતો. કોંગ્રેસ આઝાદીનો શ્રેય કોઈ આદિવાસીને નહીં પરંતુ તેના રાજવી પરિવારને આપવા માંગે છે.

 આ તો માત્ર ટ્રેલર છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી જેટલા પણ કામ થયા છે તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું બાકી છે. આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે. તમે, જનતા, મારા જીવનને સારી રીતે જાણો છો. મોદી મોજ કરવા માટે જન્મ્યા નથી, મોદી સખત મહેનત કરે છે કારણ કે તેમના લક્ષ્યો ખૂબ મોટા છે. આ દેશ માટે છે, દેશના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. મોદીએ અત્યાર સુધી જે કામ કર્યું છે તે માત્ર ફ્યુક છે. ભાજપ સરકાર વંચિતોને પ્રાથમિકતા આપીને કામ કરી રહી છે. મધ્યપ્રદેશમાં 5.50 કરોડ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન આપી રહ્યું છે. એમપીમાં 70 લાખ ઘરોમાં નળનું પાણી આપવામાં આવ્યું છે.
  • Follow us on: