• WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે પૂછ્યું કે શું તે રાવણ છે?
  • 12 વર્ષમાં મેં કોઈ બાળકને ખોટી નજરે જોયું નથી
  • હું ચાર મહિનાથી લોકોના અશબ્દો સાંભળી રહ્યો છું

છેલ્લા બે અઠવાડિયાથી, ભારતીય કુસ્તીબાજો WFIના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન હવે બ્રિજ ભૂષણે એક વીડિયો જાહેર કર્યો છે. તેનું કહેવું છે કે જો તેની પર એક પણ આરોપ સાબિત થશે તો તે પોતે ફાંસી લગાવી દેશે.

બ્રિજ ભૂષણ સિંહે કહ્યું કે તેમની વાત લોકો સુધી પણ પહોંચવી જોઈએ. આ જ કારણ છે કે તેઓ આ વીડિયો બનાવી રહ્યા છે. તેણે કહ્યું કે 'આ જે મારા પોતાના બાળકો મારા પર આરોપ લગાવી રહ્યા છે, આ ખેલાડીઓ એ પણ નથી કહી શકતા કે તે કયો દિવસ હતો અને કઈ તારીખ હતી. હું જે લડાઈ લડી રહ્યો છું તે તમારા જુનિયર બાળકો માટે છે. આ ભૂતકાળના કુસ્તીબાજોને બધું જ મળ્યું છે પરંતુ જેઓ ગરીબ પરિવારના બાળકો છે, હું તેમને કહેવા માંગુ છું કે આ લડાઈ તમારા બાળકોની છે.

'12 વર્ષમાં મેં કોઈ બાળકને ખોટી નજરે જોયું નથી'
બ્રિજ ભૂષણે કહ્યું કે 'કોઈ પણ છોકરી જે રેસલિંગ કરે છે તેને પૂછવું જોઈએ કે શું આ આરોપો સાચા છે અને જો તે હા કહે છે, તો પછી તમે જે ઈચ્છો તે કરજો. આ મામલાની તપાસ પૂરી થશે, કારણ કે હું મારી જાતને જાણું છું. 12 વર્ષમાં મેં કોઈ બાળકને ખોટી નજરે જોયું નથી. હું ચાર મહિનાથી લોકોના અશબ્દો સાંભળી રહ્યો છું. પહેલા દિવસે પણ મેં એ જ કહ્યું હતું કે એક પણ આરોપ સાબિત થશે તો હું ફાંસી લગાવી લઈશ, આજે પણ હું એ જ કહું છું.

તેમજ ઉમેર્યું હતું કે દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, તેથી તે અત્યારે આ મામલે વધારે બોલી શકે તેમ નથી. તેણે કુસ્તીબાજોને પુરાવા બતાવવા કહ્યું. જ્યારે પણ તપાસનો રિપોર્ટ આવે ત્યારે એવું ન થવું જોઈએ કે જે લોકોએ કુસ્તીબાજોનું સમર્થન કર્યું તેમને પસ્તાવો કરવો પડે.