- પ્લેસમેન્ટના બીજા ફેઝમાં 370 જેટલી કંપનીઓએ લિસ્ટિંગ કરાવ્યું
- સૌથી વધુ 42 ટકા વિદ્યાર્થીઓને ટેક્નિકલ સેક્ટરમાં જોબ ઓફર કરાઈ
- કન્સલ્ટિંગ સેક્ટરમાં 11 ટકા વિદ્યાર્થીને રોજગાર મળ્યો છે
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હીની 2024ના ક્લાસે 1,050 જોબ ઓફર્સ મેળવી છે. સંસ્થા દ્વારા આ જાહેરાત કરરવામાં આવી હતી. આ ઓફર્સમાં પ્રી-પ્લેસમેન્ટ ઓફર્સ પણ સામેલ છે. વિદ્યાર્થીઓને જોબ ઓફર કરનારી કંપનીઓમાં એર ઇન્ડિયા, ઓલા ઇલેક્ટ્રિક, માઇક્રોસોફ્ટ અને ટેક્સાસ ઇન્સ્ટ્રૂમેન્ટ જેવી કંપનીઓ સામેલ છે. કુલ 50 પૈકી જોબ ઓફર કરનારી 20 આંતરરાષ્ટ્રીય કંપનીઓ જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, અમેરિકા અને નેધરલેન્ડ્સની છે. આ વિદ્યાર્થીઓ પૈકીના બેતાલીસ ટકા વિદ્યાર્થીઓને ટેક્નિકલ સેક્ટરમાં જોબ મળી છે જ્યારે તેના પછી 22 ટકા સાથે આઇટી સેક્ટરનો નંબર આવે છે. કન્સલ્ટિંગ સેક્ટરમાં 11 ટકા વિદ્યાર્થીને રોજગાર મળ્યો છે. દેશની IIT સંસ્થાઓમાં ડિસેમ્બર મહિનામાં પ્લેસમેન્ટ સિઝન શરૂ થાય છે જેનો મે મહિનામાં અંત આવે છે. ફેજ બેમાં સંસ્થાને વધુ કંપનીઓ આવે તેવી અપેક્ષા છે. પ્લેસમેન્ટ્સનો બીજો તબક્કો મધ્ય જાન્યુઆરીથી શરૂ થશે. હાલ 370 જેટલી કંપનીઓએ વિવિધ 700 જોબ
પ્રોફાઇલ્સ માટે IIT દિલ્હીના વિદ્યાર્થીઓને હાયર કરવા માટે પોતાનું લિસ્ટિંગ કરાવ્યું છે. IIT દિલ્હીના ઓફિસ ઓફ કેરિયર સર્વિસિસના લાઇઝન ઓફિસર અનિશ્યા ઓ. મદનના અનુસાર આ તબક્કામાં 450 જોબ પ્રોફાઇલ્સ માટેની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે.










