- દેશમાં સાઇબર માફિયાઓ બન્યા બેફામ
- 1 લાખ લોકો સામે 129 ફરિયાદો નોંધાઈ
- વર્ષ 2023માં સેક્સટોર્શન ફ્રોડના 19000 કેસ નોંધાયા
ભારતમાં જેમ જેમ ટેકનોલોજી અને AI સહિત ડિજિટલ બેંન્કિંગ સુવીધા વધી છે તેમ તેમ સાઇબ્રર ક્રાઇમના કેસો પણ વધવા લાગ્યા છે. દેશમાં સાઇબર માફિયાઓ વધુ સક્રિય થયા છે. દરરોજ સાયબર એટેક માટે આવા શખ્સો કોઈને કોઈ ટેકનિકનો ઉપયોગ કરતા રહે છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ સરકારો અને વિવિધ નાણાકીય સંસ્થાઓ પણ સાયબર હુમલાનો શિકાર બને છે.
સાયબર ક્રાઈમ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં સ્થાપિત 'ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C)ના સીઈઓ રાજેશ કુમારે બુધવારે આ વાતનો ખુલાસો કર્યો છે. સાયબર ક્રાઈમના કારણે દેશમાં દરરોજ 50,000 કોલ આવી રહ્યા છે. એક લાખ લોકો સામે 129 ફરિયાદો નોંધાઈ રહી છે. કુમારે કહ્યું કે, જો સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ એક કલાકમાં મળે તો પૈસાની ખોટ બચાવી શકાય છે. વર્ષ 2023માં સેક્સટોર્શન ફ્રોડના 19000 કેસ નોંધાયા છે.













