- જમ્મુ કાશ્મીરમાં ઉરીમાં એક આતંકી ઠાર
- હથિયારો સાથે મૃતદેહ મળી આવ્યો
- શનિવારે બે આતંકીના મળ્યા હતા મૃતદેહ
જમ્મુ કાશ્મીરના ઉરીમાં ઘુસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. તેની પાસેથી હથિયાર અને અન્ય સામગ્રી સાથે મૃતદેહ મળી આવ્યો છે. સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે પડકાર ફેંક્યા બાદ આતંકી ગ્રુપના અન્ય સભ્યો પીઓકે તરફ ભાગ્યા હતા. જે વચ્ચે ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થઇ રહ્યો હોવાની ગુપ્ત માહિતી મળતા એલઓસી પર હાઇએલર્ટ આપવામાં આવ્યું છે.
23 જૂને બે મૃતદેહ મળી આવ્યા હતા
મહત્વનું છે કે નિયંત્રણ રેખા પર સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓના એક જૂથને પડકાર્યો હતો અને તેમને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. 23 જૂને બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
શનિવારે થયુ હતું ફાયરિંગ
અધિકારીઓએ જણાવ્યું કે સેનાના જવાનોએ શનિવારે ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરના ગોહલાન વિસ્તારમાં અંકુશ રેખા પર શંકાસ્પદ ગતિવિધિ જોઈ હતી. જ્યારે તેને પડકારવામાં આવ્યો ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ આ વિસ્તાર એલઓસીની નજીક હોવાથી તેમના મૃતદેહ તરત જ મળી શક્યા ન હતા.
9 અને 19 જૂને કર્યો હતો આતંકી હુમલો
સોપોરમાં 19 જૂને આતંકી અથડામણ થઇ હતી જે દરમિયાન બે આતંકીઓ ઠાર મરાયાહતા. 9 જૂને રિયાસીમાં આતંકીઓએ તીર્થયાત્રીઓને લઇને જતી બસ પર હુમલો કર્યો હતો. ડ્રાયવરને ગોળી વાગવાથી બસ ખીણમાં પડી ગઇ હતી. જેમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે 30થી વધારે ઘાયલ થયા હતા.










