ભારતીય સેનાએ પંજાબના ફિરોઝપુર જિલ્લાના 10 વર્ષના બાળકનું ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન તેની નિઃસ્વાર્થ સેવા માટે સન્માન કર્યું છે. આ બાળકે પાણી, દૂધ અને અન્ય આવશ્યક વસ્તુઓ સેનાના જવાનોને પહોંચાડીને તેમને મદદ કરી હતી. ભારે ગરમીના વાતાવરણમાં પણ આ બાળકે સૈનિકોને તમામ મદદ કરી હતી. તેની દેશભક્તિ જોઇને તેને એક કાર્યક્રમમાં મેજરે 'સૌથી નાના નાગરિક યોદ્ધા' તરીકેનું સન્માન આપ્યુ હતુ.


શ્રવણ સિંહની દરેક જગ્યાએ ચર્ચાએ

પંજાબના ફિરોઝપુર જિલ્લાના મામદોટ શહેરના સરહદી ગામ તારા વાલીનો 10 વર્ષીય શ્રવણ સિંહ ચર્ચાનો વિષય બન્યો છે. લડત દરમિયાન અને ગરમીના દિવસોમાં સૈનિકોને મદદ કરવા માટે મેજર જનરલ રણજીત સિંહ મનરાલએ તેને સન્માનિત કર્યાં છે. શ્રવણ તેના ઘરેથી સૈનિકો માટે ઠુંડુ પાણી, દૂધ, ચા, લસ્સી અને બરફ લઇ આવતો હતો. અને ભોજનની વ્યવસ્થા કરી આપતો હતો. આ દરમિયાન તે સૈનિકો સાથે પોતાનો સમય વિતાવતો હતો.

દેશભક્તિની કોઇ ઉંમર હોતી નથી

શ્રવણના પિતા સોના સિંહે જણાવ્યું હતું કે તેઓને તેમના પુત્રની દેશ ભાવના પર ગર્વ છે. તો આ તરફ બાળકે કહ્યુ હતુ કે તેને સૈનિકોની મુલાકાત લેવાનું ખૂબ ગમે છે. તે મોટો થઈને સૈનિક બનશે. અને દેશની સેવા કરશે. બાળકની સેવા જોઇને તેને ભેટ પણ આપવામાં આવી છે. જેનાથી તે ખૂબ ખુશ છે. શ્રવણની નિઃસ્વાર્થ સેવા બધા બાળકો માટે પ્રેરણા સમાન છે. 

  • Follow us on: