• નાગપુર મત વિસ્તાર માટે ઉમેદવારી પત્ર ભર્યુ

  • એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ રહ્યા હાજર
  • જાહેરસભા સંબોધીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે નાગપુર કલેક્ટર કચેરીમાં નાગપુર લોકસભા મતવિસ્તાર માટે તેમનું ઉમેદવારીપત્ર ભર્યું. આ પ્રસંગે મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પાંચ લાખ મતોથી જીતીશ- ગડકરી

[[$googlead]]

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શ્રી ગડકરીએ એક જાહેર સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે નાગપુરના લોકો તેમને નાગપુરમાંથી 75 ટકા મત આપીને પાંચ લાખ મતોના માર્જિનથી ચૂંટશે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નીતિન ગડકરી માત્ર નાગપુરના નેતા જ નહીં પણ રાષ્ટ્રીય નેતા પણ છે અને નાગપુરમાં રેકોર્ડબ્રેક મતદાન કરીને તેમનું સન્માન કરવું જોઈએ. મહત્વનું છે કે નીતિન ગડકરી નાગપુર મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરે સામે ચૂંટણી લડશે.

[[$alsoread]]

 નાગપુરને ગ્રીન સીટી બનાવવાનો પ્રયાસ કરીશ- ગડકરી

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે મને 101% વિશ્વાસ છે કે હું કોઈપણ પરિસ્થિતિમાં સારા માર્જિનથી જીતીશ. હું માનું છું કે હું 5 લાખથી વધુના માર્જિનથી જીતીશ. નાગપુર-વિદર્ભનો સર્વાંગી વિકાસ. મારી રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ મારી પ્રતિજ્ઞા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે હું નાગપુરને હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણથી મુક્ત કરીને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ કરીશ.


  • Follow us on: