બપોરના 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એક યુવકનો જીવ લીધો છે. આ સિવાયના સમાચારમાં બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ સરકારે આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે.  તો અન્ય સમાચારમાં ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.


વધુ વાંચો : હાર્ટ એટેકે વધુ એક જીવ લીધો, છાતીમાં સામાન્ય દુખાવો થયો અને મૃત્યુ

રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એક યુવકનો જીવ લીધો છે. જેમાં સુત્રાપાડાના સરા ગામે 26 વર્ષીય યુવકનું મોત થયુ છે. તેમાં યુવકને અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત થયુ છે. ત્યારે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજ્યું છે.

વધુ વાંચો : UPI ચલાવવા માટે Paytm પણ શોધી રહી છે થર્ડ પાટી એપ

Paytmને તેની બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના મળ્યા બાદ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, Paytm બ્રાન્ડ કંપની કોઈપણ વિક્ષેપ વિના તેના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પ્લેટફોર્મને ચલાવવા માટે તૃતીય-પક્ષ ચુકવણી એપ્લિકેશનને પસંદ કરી શકે છે.

વધુ વાંચો : રોજના કામથી થાકી ગયા છો તો IRCTCના આ પેકેજ સાથે ફરો ગુજરાત

જો તમે પણ ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો આ પેકેજ તમારી મદદ કરી શકે છે. IRCTC એ ટ્રાવેલ ટુર પેકેજ ગરવી ગુજરાત (CDBG13) લોન્ચ કર્યું છે, જેમાં તમને ગુજરાતના ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. 

વધુ વાંચો : મલાઈકા-અર્જુનનું બ્રેકઅપ? વેલેન્ટાઈન વીકમાં બોયફ્રેન્ડને છોડીને આ વ્યક્તિ સાથે અભિનેત્રીનીની પાર્ટી

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં દુબઈમાં છે. ગત શનિવારે રાત્રે 'વન એન્ડ ઓન્લી-વન જબીલ' હોટલની ઓપનિંગ પાર્ટી થઈ હતી જેમાં અભિનેત્રી તેના પુત્ર અરહાન ખાન સાથે એન્જોય કરતી જોવા મળી હતી. 

વધુ વાંચો : Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ રાજીનામું આપવાની કરી વાત

ફિનટેક ફર્મ પેટીએમ પર RBIની કાર્યવાહી અને ઘટતા શેર વચ્ચે કટોકટી સતત ઘેરી બની રહી છે. સેન્ટ્રલ બેંક (RBI) ના આદેશ હેઠળ, આ પ્લેટફોર્મની બેંકિંગ સેવાઓ 29 ફેબ્રુઆરી 2024 થી બંધ થવા જઈ રહી છે.

વધુ વાંચો : ભારત માટે મોટી રાજદ્વારી જીત,8 પૂર્વ નૌસૈનિક કતાર જેલમાંથી મુક્ત થયા

ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા છે. તમામ પર જાસૂસીના આરોપ લાગ્યો હતો. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 

વધુ વાંચો : વિરાટ-ઐય્યર બાદ આ ખેલાડી પણ સીરીઝથી બહાર, પહેલી ટેસ્ટમાં થઈ હતી ઈજા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. પ્રથમ બે મેચ બાદ આ શ્રેણી 1-1થી બરાબર છે. ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને વિશાખાપટ્ટનમમાં જીત મેળવી હતી. 

વધુ વાંચો : મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો, PM મોદીએ ફોન કરીને ખબર અંતર પૂછ્યા

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત હાલમાં બગડી હતી ત્યારબાદ તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે અભિનેતાને છાતીમાં દુખાવો અને અસ્વસ્થતા અનુભવાઈ. 

વધુ વાંચો : પાકિસ્તાનમાં ગરમાયું રાજકારણ, નવાઝની ટીમમાં સામેલ થયા PTIના નેતા

પાકિસ્તાનની ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમત ન મળવાના કારણે જોડતોડની રણનીતિએ જોર પકડ્યું છે. લાહોર નેશનલ એસેમ્બલીની NA-121સીટથી જીતીને આવેલા તહરીક-એ-ઈંસાફ સમર્થિત આઝાદ ઉમેદવાર વસીમ કાદિર પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝમાં સામેલ થયા છે. 

વધુ વાંચો : તલવાર,ત્રિશૂળ,લાઠી સાથે પ્રવેશ પર પ્રતિબંધ,ખેડૂતોની કૂચ પહેલા દિલ્હીની સરહદો સીલ

હરિયાણા અને દિલ્હીમાં પોલીસ ખેડૂત સંગઠનોની 'દિલ્હી ચલો' માર્ચને લઈને હાઈ એલર્ટ પર છે. મંગળવારે માર્ચને રોકવા માટે પોલીસે સિંઘુ અને ગાઝીપુર સહિત દિલ્હીની તમામ સરહદો સીલ કરી દીધી છે.

વધુ વાંચો : નીતિશ સરકારનો ફ્લોર ટેસ્ટ, બિહાર વિધાનસભાની કાર્યવાહી શરૂ

બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ સરકારે આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં ભારે હંગામો થયો છે.

વધુ વાંચો : ઓવરસ્પીડે કાર પલટી જતા યુવકનું મોત, 3 ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા

અમદાવાદમાં કાર પલટી જતા યુવકનું મોત થયુ છે. જેમાં નરોડા હાંસલપુર રોડ ઉપર કાર પલટી ગઇ હતી. કારમાં સવાર 4માંથી એક યુવકનું મોત થયુ છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. 

  • Follow us on: