• એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

  • તેલંગણાના 7 સાંસદોની મિલકત 5596 કરોડ
  • આંધ્રના 11 સાંસદોની સંપત્તિ 3823 કરોડ

રાજ્યસભાનાં 12 ટસા સીટિંગ સાંસદો અબજોપતિ હોવાનો એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નાં રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આમાં આંધ્રપ્રદેશ અને તેલંગણાનાં સાંસદો મોખરે છે. તેલંગણાનાં 7 સાંસદોની કુલ મિલકત રૂ. 5596 કરોડ છે જ્યારે આંધ્રનાં 11 સાંસદોની કુલ મિલકત રૂ. 3823 કરોડ તેમજ યુપીનાં 30 સાંસદોની કુલ સંપત્તિ રૂ. 1941 કરોડ હોવાનું જાણવા મળે છે. આંધ્રપ્રદેશનાં 11 સાંસદોમાંથી 5 એટલે કે 45 ટકા, તેલંગણાનાં 7 સાસંદોમાંથી 3 એટલે કે 43 ટકા, મહારાષ્ટ્રનાં 19 સાંસદોમાંથી 3 એટલે કે 16 ટકા, દિલ્હીનાં 3 સાંસદોમાંથી 1 એટલે કે 33 ટકા, એમપીનાં 7માંથી 2 એટલે કે 29 ટકા અને પંજાબનાં 7 સાંસદોમાંથી 2 સાંસદો પાસે રૂ. 100 કરોડથી વધુ સંપત્તિ છે.

રાજ્યસભાના 33 ટકા સાંસદો સામે ક્રિમિનલ કેસ

રાજ્યસભાનાં 225 પૈકી 75 સાંસદો સામે એટલે કે 33 ટકા સાંસદો સામે ક્રિમિનલ કેસ કરવામાં આવેલા છે. 41 સાંસદો એટલે કે 18 ટકા સાંસદો સામે ગંભીર ક્રિમિનલ કેસ કરાયેલા છે જ્યારે 2 સાંસદો સામે હત્યાનાં કેસ નોંધાયેલા હોવાનું તેમણે જાહેર કર્યું છે. 4 સાંસદો સામે મહિલાઓ સામે ક્રાઈમ આચરવાનાં કેસ કરાયા છે. 4 સાંસદો પૈકી રાજ્યસભાનાં 1 સીટિંગ સાંસદ કે સી વેણુગોપાલ સામે દુષ્કર્મનો કેસ કરાયો છે. તેઓ રાજસ્થાનમાંથી કોંગ્રેસનાં સાંસદ છે.


  • Follow us on: