- ઉલ્ટી અને પેટમાં દુખાવો ઊપડતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં
- રસોઇયા અને શિક્ષકો સ્થાનિક લોકોનો આક્રોશ જોઇને શાળામાંથી ભાગી ગયા
- ભોજનમાં પડી ગયું હતું કેરોસીન
પશ્ચિમ ચંપારણના બાંસગાંવ પરસૌની ગામે આવેલી શાળામાં સોમવારે મધ્યાહન ભોજન આરોગ્યા પછી 171 બાળકો બીમાર પડી ગયા હતા. ભોજન પછી ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. બાળકો બીમાર પડતાં શાળામાં દોડધામ મચી ગઇ હતી. વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા. બાળકોને રામનગર પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર માલૂમ પડતાં તેમને બેતિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાળકો સાજા થઇ ગયા હતા તેમને રજા અપાઈ હતી.
ભોજનમાં પડી ગયું હતું કેરોસીન










