• છત્તીસગઢના કાંકેરમાં 29 નક્સલીઓ ઠાર કરાયા
  • ટોપ નક્સલ કમાન્ડર શંકર રાવને ઠાર કરાયો
  • શંકર રાવ પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું
લોકસભા ચૂંટણી પહેલા સુરક્ષ જવાનોની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં છત્તીગઢના કાંકેર ખાતે એન્કાઉન્ટરમાં 29 નકસલીઓ ઠાર કરવામાં આવ્યા છે. જેમાં બીએસએફ અને ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનો દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.  આ એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં ઓટોમેટિક રાઈફલ્સ સાથે અત્યાર સુધીમાં 29 મૃતદેહો બહાર કાઢવામાંઆ આવ્યા છે. મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં 3 પોલીસકર્મી ઘાયલ થયા છે.

પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયાના સમાચાર મળી છે. છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માડ વિસ્તારમાં છેલ્લા 5 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં ઈજાગ્રસ્ત જવાનોને જંગલમાંથી બહાર કાઢવા માટે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. આ અંગેની માહિતી અનુસાર, છોટેબૈઠિયામાં આવેલા કલપરના જંગલમાં નકસલીઓની શોધખોળ માટે સુરક્ષા ટીમ પહોંચી હતી. જ્યાં છુપાયેલા નકસલીઓ ફાયરિંગ શરી કરી દેતાં એન્કાઉન્ટર શરુ થયું હતું. આ દરમિયાન સુરક્ષા જવાનોએ 29 નકસલીઓ માર્યાં ગયા છે જેમની બધાના મૃતદેહો પણ કબજે કરી લેવાયાં હતા.


કોણ છે શંકર રાવ
આ એન્કાઉન્ટરમાં બીએસએફના એક ઇન્સ્પેક્ટર અને ડીઆરજી જવાન પણ ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં માઓવાદી કમાન્ડર શંકર રાવ પણ માર્યો ગયો હતો. અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યા છે, તેમજ મોટી સંખ્યામાં ઓટોમેટિક રાઇફલ્સ પણ મળી આવી છે. શંકર રાવને માથે 25 લાખનું ઈનામ હતું.

નોંધનીય છેકે, કાંકેરમાં 26 એપ્રિલે એટલે કે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢના રાયપુર અને જગદલપુરની વચ્ચે સ્થિત કાંકેર લોકસભા મતવિસ્તારમાં 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી છ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 
  • Follow us on: