- કુલ 10,933 એન્કાઉન્ટર થયાં
- સૌથી વધારે એન્કાઉન્ટર મેરઠમાં થયાં
- કુલ 13 પોલીસકર્મીઓએ જીવનું બલિદાન આપ્યું
યુપીની યોગી સરકાર ઝીરો-ટોલરન્સ નીતિ હેઠળ ગુનેગારોની કમર ભાંગવામાં વ્યસ્ત છે. ઉમેશ હત્યાકાંડ પછી 'માફિયાઓં કો મિટ્ટી મેં મિલાને'વાળો યોગીનો હુંકાર થયા બાદ અતિક અહમદના પુત્ર અસદને એસટીએફે ગુરુવારે બપોરે એન્કાઉન્ટરમાં ઢાળી દીધો હતો. યુપીની યોગી સરકારમાં છેલ્લા છ વર્ષોમાં અત્યાર સુધીમાં કુલ 10,933 પોલીસ-ગુનેગારોની અથડામણો થઈ હતી. જેમાં કુલ 183 કુખ્યાત ગુનેગારોનું એન્કાઉન્ટર કરી દેવાયું. પોલીસની ગોળીથી ઘવાયા બાદ 5,046 બદમાશોની ધરપકડ થઈ છે તો અત્યાર સુધીની અથડામણોમાં 23,348 ગુનેગારો પકડાયા છે. જોકે, ગુનેગારો સાથેના સામસામા ગોળીબારમાં કુલ 13 પોલીસકર્મીઓએ જીવનું બલિદાન આપ્યું છે, તો, 1,443 પોલીસ ઘાયલ થયા હતા.
સૌથી વધારે એન્કાઉન્ટર મેરઠમાં થયાં










