• 18મી લોકસભાનું સત્ર થયુ શરૂ
  • પીએમ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓએ સાંસદ તરીકે લીધા શપથ
  • સંવિધાનની કોપી સાથે વિપક્ષનો હોબાળો

18મા લોકસભા સત્રની શરૂઆત થઇ છે. વિપક્ષના હોબાળા સાથે સંસદની શરૂઆત થઇ છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદ તરીકે શપથ લીધા છે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે રાધા મોહન સિંહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને ગૃહ મંત્રી અમિત શાહને શપથ લેવડાવ્યા છે. આ પછી હવે નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવી રહ્યા છે.

બંધારણની નકલ લઇને નોંધાવ્યો વિપક્ષે વિરોધ
પ્રોટેમ સ્પીકરની ચૂંટણીથી ઇન્ડિ. ગઠબંધનના સાંસદો નારાજ છે. આ અંગે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સંસદના ઈતિહાસમાં પ્રોટેમ સ્પીકર ક્યારેય મુદ્દો નથી રહ્યો. અમે બંધારણ અને નિયમો અનુસાર કામ કરીએ છીએ, તમામ સભ્યોએ સાથે મળીને સંસદ ચલાવવાની હોય છે. 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે. તો બીજી તરફ શપથગ્રહણ સમારોહ દરમિયાન
 વિપક્ષ તરફ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી સાંસદોએ બંધારણની નકલો લઈને વિરોધ કર્યો.



રાજનાથ સિંહે લીધા શપથ
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.

અમિત શાહે લીધા શપથ
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.

નીતિન ગડકરીએ લીધા શપથ
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.

શિવરાજસિંહે લીધા શપથ 
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.


  • Follow us on:

[[$googlead]]