• આર્થિક નુકસાન ઓછું આંકવામાં આવ્યું છે, કેમ કે વીમાના આધારે ગણતરી કરવામાં આવી

  • ગ્રીનહાઉસ ગેસો માટે સૌથી વધારે જવાબદાર ધનિક દેશો છે, જે વાતાવરણને ગરમ કરી રહ્યા છે
  • ભારતમાં ગરમીના કારણે મોટા પાયે મૃત્યુ થઈ રહ્યા છે અને લોકોની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ છે

ચાલુ વર્ષે જળવાયુ પરિવર્તનની ઘટનાઓના લીધે બગડેલા હવામાનના પગલે અત્યાર સુધીમાં 2,500 લોકોનાં મૃત્યુ થયાં છે અને 41 બિલિયન ડોલર એટલે કે લગભગ 3.43 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ભારતમાં ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે બ્રિટન સ્થિત બિનસરકારી સંગઠનના પદાધિકારી ક્રિશ્ચિયન એડે આ ડરામણો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા છ મહિનામાં ખરાબ હવામાનની આ ઘટનાઓ સંભવિત રીતે જળવાયુ પરિવર્તનના કારણે બની છે. આ આકલન ગયા વર્ષના ડિસેમ્બરમાં દુબઈમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ વાર્તા (કોર્પ 28) બાદનું છે. એનજીઓ અનુસાર, સંયુક્ત આરબ અમીરાતમાં કોપ28 બાદ જીવિશ્મ ઇંધણનો ત્યાગ કરવા અને જળવાયુ આપત્તિઓનો સામનો કરવામાં ગરીબ દેશોનું સમર્થન કરવા માટે કશી ખાસ પ્રગતિ નથી થઈ. જર્મનીના બોનમાં સોમવારે જળવાયુ વાર્તાલાપના બીજા અઠવાડિયે કહેવાયું કે આ સંખ્યાઓ દર્શાવે છે કે જળવાયું સંકટનો ખર્ચ પહેલાંથી જ અનુભવાઈ રહ્યો છે.

એનજીઓના પદાધિકારી ક્રિશ્ચિયન એડે કહ્યું ગ્રીનહાઉસ ગેસો માટે સૌથી વધારે જવાબદાર ધનિક દેશો છે, જે વાતાવરણને ગરમ કરી રહ્યા છે. તેમણે જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ અને અન્ય દેશોને હવામાનની ચરમ ઘટનાઓથી છુટકારો મેળવવા અને બહાર નીકળવામાં મદદ માટે ક્ષતિ કોષમાં પોતાનું ફંડિંગ વધારવું જોઈએ.

ભારતમાં ગરમીથી વધારે જીવ ગયા

પર્યાવરણવિદ ડૉ. સિમા જાવેદ અનુસાર, ભારતમાં ગરમીના કારણે મોટા પાયે મૃત્યુ થઈ રહ્યા છે. તેનાથી થતા આર્થિક નુકસાનની કશી ગણતરી નથી કરવામાં આવી. પરંતુ લોકોની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ છે. ખાડી દેશોમાં પણ જળવાયુ પરિવર્તનના કારણે પૂરનું જોખમ સતત વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, સંયુક્ત આરબ અમીરાતમાં 850 મિલિયન ડોલરનું વીમાકૃત નુકસાન થયું છે. જ્યારે પશ્ચિમ, દક્ષિણ, અને દક્ષિણપૂર્વ એશિયામાં એકસાથે ચાલેલા લૂના પ્રકોપથી એકલા મ્યાંમારમાં 1,500 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ગરમીના કારણે થયેલાં મૃત્યુની ખૂબ ઓછી નોંધણી કરવામાં આવી.

વાસ્તવિક આંકડા વધુ હોવાનું અનુમાન

રપોર્ટ અનુસાર, 42 બિલિયન ડોલરનું નુકસાન ઓછું આંકવામાં આવ્યું છે, કેમ કે આ ગણતરી વીમાના આધારે કરવામાં આવી છે. આ આંકડામાં આપત્તિના કારણે માનવજીવનને થતા નુકસાનના ખર્ચને સંપૂર્ણ રીતે સામેલ નથી કરાયો. બ્રાઝિલમાં ઓછામાં ઓછા 169 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઓછામાં ઓછા સાત અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હતું.

  • Follow us on: