- અકાસા એર લાઇનમાં છેડતીની ઘટના
- 20 વર્ષની વિદ્યાર્થીની જઇ રહી હતી ઘરે
- બેંગલુરુથી પુણે જઇ રહી હતી વિદ્યાર્થીની
મહિલા સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. પછી તે કોઇની પત્ની હોય કે દિકરી. ઘરમાં હોય કે ઘરની બહાર. એક યા બીજી રીતે મહિલાઓ સાથે છેડતી અને બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે બેંગલુરુથી પુણે જતી 20 વર્ષની વિદ્યાર્થીની છેડતીનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે.
20 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી
અકાસા એરની આ ઘટના છે. 20 વર્ષની વિદ્યાર્થીની બેંગલુરુથી પુણે જઇ રહી હતી તે દરમિયાન તેની સીટ બદલાવવામાં આવી.. તેને દારૂ પણ ઓફર કરવામાં આવ્યો. આમ કરનાર બીજુ કોઇ નહી પરંતુ ઓફ લાઇન ડ્યુટી પર રહેલો અકાસા એરનો પાયલટ હતો. વિદ્યાર્થીની ઇન્ટર્નશિપ પુરી કરીને ફ્લાઇટમાં પોતાના ઘરે જઇ રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી.
પાયલટ પર લગાવ્યો આરોપ
વિદ્યાર્થીનીએ જણાવ્યું કે પાયલટે એરલાઇન આઇડી કાર્ડ પહેરેલું હતું. ઑફ લાઇન ડ્યુટી હોવાથી તેણે મને સામાન મૂકવામાં પણ મદદ કરી હતી. થોડા સમય પછી તેણે ફ્લાઇટ એટેન્ડન્સના માધ્યમથી મને પાછળ બોલાવી. શરૂઆતમાં મને લાગ્યુ કે ચેક-ઇન દરમિયાન સામાનમાં કોઈ સમસ્યા છે. હું ત્યાં ગઇ અને પૂછ્યુ કે શું સમસ્યા છે તો પાયલટ હસવા લાગ્યો અને મને આલ્કોહલ ઓફર કરી જે તે પોતે પણ પી રહ્યો હતો. હું ગમે તેમ કરીને મારી સીટ પર પહોંચી તો તે પણ મારી સાથે વાત કરવાની પ્રયાસ કરવા લાગ્યો. વિદ્યાર્થીનીના જણાવ્યાનુસાર ફ્લાઇટ એટેન્ડન્ટ અને એરલાઇન પાસે મદદ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઇએ કંઇ ગણકાર્યુ નહી.