- ચારધામ યાત્રામાં દરરોજ યાત્રા રૂટ પર થતા મોતથી ફફડાટ
- મૃત્યુનું કારણ હાર્ટ એટેક અને સ્વાસ્થ્ય સંબિતિ બીમારી
- ઉત્તરાખંડ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મૃત્યુના આંકડા રજૂ કરાયા
ચારધામ યાત્રામાં દરરોજ યાત્રા રૂટ પર થતા મોત ચિંતાનો વિષય બની રહ્યા છે. આ સાથે 3 મેથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 203 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ઉત્તરાખંડ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 3 મેથી શરૂ થયેલી ચાર ધામ યાત્રાથી અત્યાર સુધીમાં 203 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃત્યુનું કારણ હાર્ટ એટેક અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ હોવાનું કહેવાય છે.
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 203 શ્રદ્ધાળુઓના મોત
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 203 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જેમાંથી કેદારનાથ ધામમાં 97, બદ્રીનાથ ધામમાં 51, ગંગોત્રીમાં 13 અને યમુનોત્રીમાં 42 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મળતી માહિતી મુજબ 3 મેથી ચાર ધામના દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 25 લાખને વટાવી ગઈ છે. જ્યારે ગત સપ્તાહે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.
સરકારે અગાઉ એડવાઈઝરી રજૂ કરી હતી
ઉત્તરાખંડ સરકારે યાત્રાળુઓ માટે પહેલેથી જ એક એડવાઈઝરી રજૂ કરી દીધી હતી અને તેમને મંદિરોની યાત્રા શરૂ કરતા પહેલા તબીબી તપાસ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમજ જે લોકો પહેલેથી જ શ્વાસ સંબંધિત રોગથી પીડિત છે તેમને મુસાફરી ના કરવાની સલાહ આપવામાં આવી છે.