હવે દિવાળીને બે દિવસની જ વાર છે. ત્યારે અયોધ્યામાં તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અયોધ્યામાં ખૂણે ખૂણે રોશની કરવામાં આવી છે. આ વખતે દિવાળી ખાસ થવાની છે. 25 લાખ દિવાની ઝગમગાટથી અયોધ્યા સજી ઉઠશે. સરયુ ઘાટ પર 25 લાખ દીવાને મૂકી દેવામાં આવ્યા છે. બસ દિવાળીના દિવસે તેને પ્રગટાવવામાં આવશે.
25 લાખ દીવા મૂકી દેવાયા
આઠમા દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રામ કી પૌડી પર દીવા નાખવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અયોધ્યા 30 ઓક્ટોબરે 25 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી યોગી બુધવારે રામ કી પૌડીમાં દીપ પ્રગટાવશે એટલે રામનગરી રોશનીથી ઝળહળી ઉઠશે. રામ કી પૌડી સહિત સમગ્ર અયોધ્યામાં 29 લાખ દીવા પ્રગટાવવામાં આવશે.ઉદયા ચારરસ્તાથી નયાઘાટ, ધમરપથથી સરયુ પુલ સુધી રામકથાના દ્રશ્યો જીવંત લાગે છે. લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગારંગ ઝાંખીઓ જોવા મળી રહી છે.
ખૂણે ખૂણામાં સજાવટ
બે કિલોમીટર સુધી બધે માત્ર રોશની પર્વની તૈયારીઓ જ દેખાઈ રહી છે. દરેક ચોક પર શણગાર કરવામાં આવી રહ્યો છે. રામપથના ડિવાઈડર સુધી કલરકામ કરવામાં આવી રહ્યું છે. દરેક ઘર, મઠ અને મંદિરને શણગારવામાં આવી રહ્યા છે.
ભવ્ય આતશબાજી કરાશે
રામ લલ્લાના અભિષેક પછીનો આ પ્રથમ દીપોત્સવ છે. જેમાં અયોધ્યા એક નહીં પરંતુ ત્રણ નવા વર્લ્ડ રેકોર્ડ બનાવશે. એક સાથે 25 લાખ દીવા પ્રગટાવવાનો નવો રેકોર્ડ ચોક્કસપણે સર્જાશે. આ સાથે આ વખતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે નવા પ્રકરણ ઉમેરાશે. જેમાં પ્રથમ વખત સરયુ તટે 1100 અર્ચનાઓ દ્વારા દીપોત્સવની સાંજે એક સાથે મહા આરતી કરવામાં આવશે. આ મહા આરતીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાગ લેશે. આ મહા આરતીનું પ્રથમ રિહર્સલ સોમવારે રાત્રે સરયુના કિનારે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રીન ફટાકડા દ્વારા ત્રીજો વિશ્વ રેકોર્ડ પણ સર્જાશે. આ ગ્રીન ફટાકડા ફોડીને સરયુ બ્રિજ પર આતશબાજી કરવામાં આવશે.









