દેશમાં ફરીએકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે. દિવસ જાય તેમ ધીરે ધીરે કોરોનાના આંકડા વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોવિડ-19 ના ઘણા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે અપડેટ શેર કર્યું છે. પીટીઆઈના અહેવાલ મુજબ, 19મે સુધીમાં દેશમાં કોવિડના257 સક્રિય કેસ નોંધાયા છે. ભારતની સાથે અન્ય દેશોમાં પણ કેસ વધવા લાગ્યા છે.


એશિયામાં કોવિડ 19 ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આમાંના મોટાભાગના કેસો JN1 પ્રકારના છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 12 મે સુધીમાં દેશમાં 164 કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે. કોવિડ 19 એ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ દસ્તક આપી છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ઘણા કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે આ અંગે એલર્ટ આપ્યુ છે.

દેશમાં ક્યાં અને કેટલા કોરોના વાયરસના કેસ નોંધાયા?

  • દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે.
  • આ યાદીમાં મહારાષ્ટ્ર બીજા સ્થાને છે.
  • તમિલનાડુમાં 34 કેસ નોંધાયા છે.
  • કર્ણાટકમાં 8 નવા કેસ નોંધાયા
  • ગુજરાતમાં 6 કેસ નોંધાયા
  • દિલ્હીમાં 3 કેસ નોંધાયા
  • હરિયાણા, રાજસ્થાન અને સિક્કિમમાં એક નવો કેસ નોંધાયો છે.
  •  કેરળમાં 95 સક્રિય કેસ હોવાનું આરોગ્યમંત્રાલયે જણાવ્યું 

આ દેશોમાં પણ કોરોના કેસ 

એશિયાના ઘણા દેશોમાં કોવિડે ફરી એકવાર દસ્તક આપી છે. નેશન થાઇલેન્ડ અનુસાર, 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન હોંગકોંગમાં 31 કેસ નોંધાયા હતા. સિંગાપોરમાં, 27 એપ્રિલથી 3 મે સુધીના સપ્તાહમાં કોવિડ-19 કેસોની અંદાજિત સંખ્યા 14,200 હતી, જે પાછલા અઠવાડિયાના આંકડા કરતા વધારે હતી. ગયા અઠવાડિયે 11,100  કેસ નોંધાયા હતા.


કોરોનાના કયા વર્ઝનને કારણે કેસ વધ્યા

દક્ષિણપૂર્વ એશિયામાં કોવિડ-19ના કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ JN.1 વેરિઅન્ટ છે, જે ઓમિક્રોન BA.2.86 વેરિઅન્ટનો વંશજ છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, JN.1 વેરિઅન્ટમાં લગભગ 30 મ્યુટેશન છે અને તેમાંથી LF.7 અને NB.1.8 છે, જે તાજેતરમાં નોંધાયેલા કેસોમાં બે સૌથી સામાન્ય વર્ઝન છે.


  • Follow us on: