બપોરના 3 વાગ્યા સુધીના તમામ મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી છે. જેમાં અકસ્માતમાં 30થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. આ સિવાયના સમાચારમાં રાજસ્થાનમાં નવા સીએમને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે તો અન્ય સમાચારમાં કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું નિવેદન સામે આવ્યું છે અને તેમનું કહેવું છે કે સનાતનના શ્રાપે કોંગ્રેસને ડુબાડી દીધી છે.આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
વધુ વાંચો: છત્તીસગઢમાં કોંગ્રેસ જશે એ નક્કી ? બઘેલ સહિત 10 મંત્રીઓ રેસમાં પાછળ
છત્તીસગઢની 90 વિધાનસભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતમાં વલણ સંઘર્ષ તરફ હતું પરંતુ સમય જતાં ભાજપે લીડ મેળવવાનું શરૂ કર્યું અને કોંગ્રેસની જીતની આશા ઓસરવા લાગી.
વધુ વાંચો: બેભાન હાલતમાં મળી આવેલા ભીક્ષુક પાસેથી રૂ.1.14 લાખ રોકડા મળ્યા
વલસાડમાં બીમાર ભીક્ષુકનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેમાં મૃતકના કપડામાંથી રૂપિયા 1.14 લાખની રોકડ મળી આવી છે. તેમાં તબીબો સહિત 108ના કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમજ ભીક્ષુક પાસેથી મળેલા પૈસા પોલીસ મથકે જમા કરાવ્યા છે.
વધુ વાંચો: અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી, 30 લોકો ઘાયલ
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી છે. જેમાં અકસ્માતમાં 30થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. જે પછી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી 20 દિવસની યાત્રા માટે નીકળ્યા હતા.
વધુ વાંચો: રાજસ્થાનમાં ભાજપની જીત પાક્કીઃસીએમનો તાજ વસુંધરાને માથે રહેશે?...પાર્ટી લાવશે નવો ચહેરો
રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપ 103 સીટથી આગળ ચાલી રહી છે. શરૂઆતના રૂઝાન બદલાઈ રહ્યા છે અને સાથે જ ભાજપ બહુમત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. ભાજપે રાજસ્થાનની ચૂંટણીના સીએમ પદ માટે કોઈ નેતાના ચહેરા વિના જ કામ કર્યું, 2003થી વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપનો ચહેરો રહી છે પણ પાર્ટીએ આ વખતે આ ચહેરાને આગળ લઈ જવો કે કેમ તે અંગે પણ વિચાર કર્યો છે.
વધુ વાંચો: 'સનાતનના વિરોધે કોંગ્રેસને ડૂબાડી'કોંગ્રેસના નેતાનું મોટુ નિવેદન
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસનો દબદબો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું નિવેદન સામે આવ્યું છે અને તેમનું કહેવું છે કે સનાતનના શ્રાપે કોંગ્રેસને ડુબાડી દીધી છે.
વધુ વાંચો: શિક્ષણ મંત્રીએ કહ્યું ચૂંટણી પરિણામ એક ટ્રેલર છે પિક્ચર અભી બાકી હે
સુરતમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં શિક્ષણ મંત્રીએ કહ્યું ચૂંટણી પરિણામ એક ટ્રેલર છે. પિક્ચર અભી બાકી હે, લોકસભા ની ચૂંટણીમાં ત્રીજી વાર મોદી પ્રધાનમંત્રી બનશે.
વધુ વાંચો: EVM કેવી રીતે કામ કરે અને મત ગણતરી કેવી રીતે થાય છે?
દેશના બે રાજ્યો પર ચક્રવાત મિચોંગનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાતની ચેતવણી જારી કરવામાં આવી છે. IMD અનુસાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આગામી 12 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે અને 4 ડિસેમ્બરની બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચશે.
વધુ વાંચો: 3 રાજ્યમાં ભાજપ બહુમતી નજીક પહોંચતા ગાંધીનગર કમલમમાં ઉજવણી શરૂ
આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણાનું પરિણામ આવશે. તેમજ મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે આવશે. ત્યારે ભાજપને બહુમતી મળતા ગાંધીનગર કમલમમાં ઉજવણી શરૂ થઇ છે.
વધુ વાંચો: 4 રાજ્યોની ચૂંટણીઓમાં ત્રણમાં સરકાર બનાવીશું: સી.આર.પાટીલ
નવસારીમાં યોજાયેલો ભાજપનો સ્નેહ મિલન સમારોહ વિજયોત્સવમાં ફેરવાયો છે. જેમાં 4 રાજ્યોની વિધાનસભામાં ચૂંટણીમાં જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ડંકો વગાડ્યો છે તેમ સી.આર.પાટીલે જણાવ્યું છે.
વધુ વાંચો: ચૂંટણી પરિણામ પર સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું
લોકસભા પહેલા આજે 4 રાજ્યોનું ચૂંટણી પરિણામ છે. 4 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણાનું પરિણામ આજે આવશે તો મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે આવશે.










