• ઈડીની ટીમે પૈતૃક ગામમાં રહેલા સિન્હાને તેમના બોલપુર સ્થિત નિવાસ સ્થાને બોલાવ્યા હતા

  • બીરભૂમ જિલ્લામાં થયેલી દરોડાની આ કાર્યવાહી વિશે એક અધિકારીએ આ જાણકારી આપી
  • અમારી તપાસના સંબંધમાં સંપત્તિ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ જપ્ત કરી લીધા

ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) અધિકારીઓએ પશ્ચિમ બંગાળના પ્રધાન ચંદ્રનાથ સિન્હાના નિવાસ પર 14 કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. જે દરમિયાન સંપત્તિ સંબંધિત દસ્તાવેજ, એક મોબાઇલ ફોન અને 40 લાખ કરતા વધારેની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. બીરભૂમ જિલ્લામાં થયેલી દરોડાની આ કાર્યવાહી વિશે એક અધિકારીએ આ જાણકારી આપી હતી. ઇડી અધિકારીઓએ સ્કૂલ ભરતી કૌભાંડના સંબંધમાં એજન્સીની તપાસના સંબંધમાં શુક્રવારે સિન્હાના બોલપુર સ્થિત નિવાસ સ્થાને તલાશી અભિયાન ચલાવ્યું હતું. ઇડી અધિકારીઓના અનુસાર સિન્હા આ સ્પષ્ટ નહોતા કરી શક્યા કે તેમના ઘરે આટલી મોટી રોકડ રકમ શા માટે રખાઇ હતી.ઇડી અધિકારીના અનુસાર અમે અમારી તપાસના સંબંધમાં સંપત્તિ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ જપ્ત કરી લીધા છે. તે ઉપરાંત એક મોબાઇલ ફોન અને 40 લાખ કરતા વધુની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. અમે મંત્રીને સવાલો પણ પૂછયા હતા. કેન્દ્રીય એજન્સીએ સિન્હાના ઘરે તે સમયે દરોડાની કાર્યવાહી કરી હતી જ્યારે તેઓ બોલપુરથી 90 કિલોમીટર દૂર મુરારઇમાં પોતાના પૈતૃત નિવાસસ્થાને હતા. ઇડી અધિકારીઓએ સિન્હાને બોલપુર પરત આવવા કહ્યું હતું અને ત્યાં સિન્હાની કલાકો સુધી પૂછપરછ પણ કરવામાં આવી હતી.


  • Follow us on: