- પંજાબી ગાયકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
- આ ગંભીર ઘટના માનસા જિલ્લામાં 29 મેના રોજ બની હતી
- આ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકોને પણ ગોળી વાગી હતીl;l
લોક ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા પાંચમાં શૂટરની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ અંગેની માહિતી પંજાબ પોલીસે જ ટ્વિટ કરીને આપી છે. પંજાબ પોલીસના ડીજીપીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરાયેલા ટ્વિટમાં કહેવાયું છે કે, પંજાબ પોલીસે એક મોટી સફળતા મેળવી કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા ફરાર શૂટર દીપક મુંડીની બે સાથીઓ સાથે ધરપકડ કરી છે. પંજાબ પોલીસે વધુ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનની સૂચના પર ડ્રગ્સ અને ગેંગસ્ટરો વિરૂદ્ધ છેડાયેલા અભિયાનમાં મોટી સફળતા હાંસલ થઈ છે. આજે AGTFની ટીમ દ્વારા દીપક, કપિલ પંડિત અને રાજીન્દરની પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદ પરથી ગુપ્તચર ઓપરેશન હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દીપક બોલેરો મોડ્યુલમાં શૂટર હતો. જ્યારે કપિલ પંડિત અને રાજીન્દરે શસ્ત્રો અને ઠેકાણા સહિતની સુવિધા પૂરા પાડતા હતા.










