- ટૂંક સમયમાં 7 AIIMSનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થશે
- AIIMSમાં OPDથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ મળશે
- તમામ AIIMS બનાવવા માટે રૂ. 10,200 કરોડનો ખર્ચ કરાયો
દેશમાં ટૂંક સમયમાં સાત AIIMSનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થશે. અહીં સુપર સ્પેશિયાલિટી સેવા શરૂ કરવામાં આવી રહી છે. AIIMSમાં OPDથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે, જેનાથી દર્દીઓને ઘણી રાહત મળશે.
દેશના 7 રાજ્યોના દર્દીઓને મોટી સારવાર માટે દિલ્હી કે મોટી ખાનગી હોસ્પિટલોમાં જવું પડશે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ AIIMSમાં સુપર સ્પેશિયાલિટી સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ એઈમ્સમાં ઓપીડીથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. એક AIIMS માટે 200 એકર જમીનની જરૂર છે. મળતી માહિતી મુજબ 25મીએ રાજકોટથી 5 એઈમ્સનું ઉદ્ઘાટન થશે. આંધ્રપ્રદેશના મંગલ ગીરી, ઉત્તર પ્રદેશના રાયબરેલી, પંજાબના ભટિંડા, ગુજરાતના રાજકોટ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં કલ્યાણીમાં તેની શરૂઆત કરવામાં આવી રહી છે. છેલ્લા છ મહિનામાં દેશભરમાં 29,000 લોકોની નિમણૂક કરવામાં આવી છે.













